October 28, 2021
Breaking News

ખુબ સરસ પ્રેરણાદાયી બોધકથા: નોકરીની શોધમાં આવેલ એક અજાણી વ્યક્તિને જયારે રાજા લાયકાત પૂછે છે ત્યારે જવાબ આપે છે અક્કલથી કોઇ પણ જાતનો ગુચવાયેલો કોયડો હું ઉકેલી શકું છું.

એક રાજા ના દરબારમાં એક અજાણી વ્યક્તિ રખડતા રાખતા  નોકરીની શોધ  માટે આવે છે . અને રાજા સામે ઉભો રહે છે  રાજા તે વ્યક્તિને  તેની લાયકાત પુછે છે . ત્યારે તે જવાબમાં અજાણી વ્યક્તિ કહે છે કે અક્કલથી કોઇ પણ જાતનો ગુચવાયેલો કોયડો હું  ઉકેલી શકું છું જે કોઈ ઉકેલી નથી શકતું. રાજા ખુશ થઇ ગયા આ વ્યક્તિ  કોઈ પણ ગુચવાયેલો કોયડો ઉકેલી શકે છે અને નોકરી પર રાખી દે છે. પછી રાજા તે અજાણી વ્યક્તિને તેના પોતાના ખુબ કીમતી  ધોડાના તબેલા ની જવાબદારી સોંપી દે છે.  થોડા દિવસો પછી રાજા તેમના અતિ મોંધા અને પ્રિય ધોડા બાબતે અભીપ્રાય પુછયો. રાજા તેના ઘોડાના અભિપ્રાય વિષે જાણવા ખુબ ઉત્કૃષ્ટ હતા ત્યારે તે વ્યક્તિ  જવાબમાં કહ્યું કે “ ધોડો અસલી નથી ” રાજા તો આ વાત જાણીને ખુબ આશ્ચર્ય ચકિત થઇ ગયા અને રાજા એ તપાસ કરાવી તો જાણવા મળ્યું કે ધોડાની નસલ તો અસલી છે , પરંતુ તેની માં મરી ગઈ હતી એટલે તે ગાયને ધાવીને મોટો થયો હતો. રાજા એ નોકરને પુછયું કે તને આ વાત  કેવી રીતે ખબર પડી ? નોકરે જવાબ આપ્યો કે નામદાર ધોડાઓ મોઢામાં ઘાસ લઈને મોટુ ઉંચુ કરીને ખાય છે જયારે આ ધોડો ગાયની માફક નિચે નમીને મોઢુ નિચે રાખીને ધાસ ખાતો હતો . આથી જ તમને કહ્યું આ ઘોડો અસલમાં ઘોડો નથી

રાજા એ ખુશ થઈને નોકરના ધરે અનાજ , ધી , અને પક્ષીઓનું ખાવાનું વગેરે  મોકલી આપ્યું , અને નોકરને પ્રમોશન  આપીને તેને રાણી નાં મહેલમાં નોકરી આપી દીધી , અને પછી રાજા એ તેની રાણી બાબતે સવાલ કર્યો તો જવાબમાં નોકરેકહ્યું  કે રાણી ની રહેણીકરણી તો મલિકા જેવી છે પણ તે રાજકુમારી નથી . રાજા આશ્ચર્ય ચકીત થઈ ગયા ..તરતજ તેણે તેની સાસુમાને  બોલાવીને હાજર કરવામાં આવ્યા ..સાસુએ ખુલાસો કર્યો કે મારી દિકરી જન્મી કે તરતજ તમારી સાથે તેની સગાઇ કરી નાખવામાં આવી હતી.પરંતુ છ મહિનામાં જ મારી દિકરી મરી ગઈ હતી  . એટલે બીજી કોઇ છોકરીને અમે ગોદ લીધી જે આજે તમારી રાણી છે . રાજા એ નોકરને પુછયુ કે તને આ કઈ રીતે ખબર પડી ? નોકરે જવાબ આપ્યો કે ખાનદાન લોકોનો અન્ય લોકો સાથેનો વ્યવહાર ખુબજ સાલસ અને નમ્ર હોય છે જે આપની રાણી માં નથી .

રાજા એ ખુશ થઈને ફરીથી નોકરને ધરે અનાજ , ધેટા , બકારા વગેરે  ઇનામમાં આપીને પોતાના દરબારમાં સ્થાન આપ્યું . થોડા વખત પછી રાજા એ નોકરને બોલાવ્યો અને તેમણે પોતાનાં વિષે જાણવાની ખુબ  ઇચ્છા પ્રગટ કરી જવાબમાં નોકરે કહ્યું કે “ અભય વચન આપો તો તમારી અસલીયત બાબત હું તમને કહીશ ”

રાજા એ અભય વચન આપ્યું … એટલે નોકરે કહ્યું કે ના તો આપ રાજા છો કે ના તો તમારો વ્યવહાર રાજા જેવો છે આ વાત સંભાળીને  રાજા ખુબ ગુસ્સાથી લાલપીળો થઈ ગયો પણ જાન માફીનું વચન આપ્યું હતું એટલે સમસમીને ચુપ રહ્યો અને રાજા એ પોતાના પિતા પાસે જઈને પુછયું કે હું ખરેખર કોનો દીકરો છું મને જણાવો.. ?? જવાબમાં તેના પિતા એ કહ્યું  કે હા આ સાચી વાત છે . મારે કોઇ ઓલાદ ના હતી તેથી મેં તને એક કસાઈ પાસેથી ગોદ લીધો છે . રાજા અચરજ પામી ગયો અને નોકરને પુછયું કે તને કેવી રીતે ખબર પડી … ?? કે હું રાજા નથી જવાબમાં નોકરે કંહ્યુ કે “ બાદશાહ જયારે કોઇને ઇનામ આપે તો તે હીરા મોતી અને ઝવેરાતના રૂપમાં આપે છે , પરંતુ તમે તો મને કાયમ અનાજ , માંસ , ઘેટા બકરા વગેરે ઇનામમાં આપ્યા જે વહેવાર કોઇ કસાઈ ની ઓલાદ જેવો હતો . આ વાત પરથી મેં તમને કહ્યું કે તમે રજાનો દીકરા નથી આ વાર્તા પરથી એ બોધ મળે છે કે  ઇંસાનની અસલિયત તેના સંસ્કાર , વ્યવહાર અને નિયત ઉપર નિર્ભર કરે છે . હેસિયત બદલાઇ જાય છે , પણ ઔકાત તો તેની તે જ રહે છે . વિજ્ઞાન માં D.N.A. ની શોધ અમથી જ નથી થઈ . પૈસો આવે એટલે મન ની અમીરાત પણ આવે તેવું હોતું નથી . તેના માટે સંસ્કારી ખાનદાનનાં D.N.A. જરુરી હોય છે . જે આપને આજે પણ આજુબાજુના વાતાવરણમાં જોઈ શકીએ છીએ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *