OBC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 20,000 ની સહાય મેળવવા માટે અહીં ક્લિક કરો

0
224

ગુજરાત વિધાનસભા (Gujarat Legislative Assembly)માં ચાલી રહેલા અંદાજપત્ર સત્ર ચાલી રહ્યું છે. આ દરમિયાન ગુજરાત સરકારે (Government of Gujarat) OBCના સ્પર્ધાત્મક પરીક્ષાર્થી (OBC Competitive Examiner)ઓને તાલીમમાં સહાય આપાવની જાહેરાત કરી છે. રાજ્યના OBC વર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સહાય ચૂકવવાનો મહત્વપૂર્ણ નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગની સમાન પ્રકારની યોજનાનો લાભ OBCના વિધાર્થીઓને અપાશે.

વર્ગ 1, વર્ગ 2 અને વર્ગ 3ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાહેર સેવા આયોગ (Gujarat Public Service Commission) ઉપરાંત ગૌણ સેવા પસંદગી, પોલીસ ભરતી, પંચાયત સેવા પસંદગી અને કેન્દ્ર કક્ષાની બેન્કિંગ, રેલવે, આર્મી, CRPF સહિતની પરીક્ષાઓ માટે સહાય ચૂકવાશે.

વિદ્યાર્થી દીઠ 20 હજાર રૂપિયા અથવા ખરેખર ચૂકવવા થતી ફી જે ઓછું હોય તે સીધા વિદ્યાર્થીના ખાતામાં જમા થશે.

રાજ્યના OBC વર્ગ ના સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓ ને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સહાય ચૂકવવાનો આ નિર્ણય મહત્વનો માનવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થી દિઠ 20 હજાર રૂપિયા અથવા ખરેખર ચૂકવવા થતી ફી જે ઓછું હોય તે સીધા વિદ્યાર્થીના ખાતામાં સીધા જમા થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here