મતદાન યાદીમાં તમારુ નામ દાખલ અથવા કમી કરવા કરો ફક્ત એક કલીક

0
232

મતદારયાદીમાં નામ દાખલ કરવા માટે* મતદારયાદીમાં નવું નામ દાખલ કરવા માટે ફોર્મ નં-૬ ભરવાનું હોય છે. ફોર્મ ઓનલાઈન/ઓફલાઈન ભરતી વખતે નીચે મુજબ ની બાબતોનું ધ્યાન રાખવું.જે વિધાનસભામાં નામ દાખલ કરવું છે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તે સાચુ પસંદ કરવું . વિધાનસભાનુ નામ ખબર ન હોય તો કુટુંબના સભ્ય અથવા પડોશીના ચૂંટણી કાર્ડના પાછળના ભાગમાં લખેલ વિધાનસભાનુ નામ જોઈ લેવું.અપલોડ કરવામાં આવનાર તમામ ઈમેજ સ્પષ્ટ વાંચી શકાય તેવી હોવી જોઈએ.નામ, અટક, સંબંધિનુ નામ – ( પિતા અથવા પતિ નુ નામ ) સંબધનો પ્રકાર – (પિતા/ અથવા પતિ ) ,જન્મ તારીખ – વિગેરે તમામ વિગતો પુરાવામાં હોય તે મુજબ જ સાચી લખવીજન્મ તારીખ ,નામનુ પુરાવો – જન્મનો દાખલો/ એલ.સી./પાનકાર્ડ/પાસ પોર્ટ/આધાર કાર્ડ ( લગ્ન પછીના કિસ્સામાં મેરેઝ સર્ટી અથવા જેમાં પતિનુ નામ સાથે ચાલતો તેવો ઉપરોક્ત પૈકીનો એક પુરાવો વધારાનો સાથે જોડવો )રહેઠાણનો પુરાવો – હાલનું પોતાના અથવા પોતાના ફેમીલી મેમ્બરના નામનુ લાઇટબીલ/વેરાબીલ, (ભાડાનું મકાન હોય તો ભાડા કરાર ફરજિયાત),ફોટો-, ( પાસપોર્ટ સાઈઝ ફોટો જોડવો ) ( સેલ્ફી ફોટો મુકવો નહી )કુટુંબના સભ્ય અથવા પડોસીનો ચુંટણી કાર્ડનો નંબર ફેમીલી ડિટેલસ માં ફરજિયાત લખવો , અગાઉના ચુંટણી કાર્ડની ઝેરોક્ષ અથવા તેનુ નંબર જો અગાઉ બનાવેલ હોય તો ડેકલેરેશનમાં ફરજિયાત લખવુ.બે જગ્યા ચૂંટણી કાર્ડમાં નામ ધરાવવો ગેરકાયદેસર છે . જેથી પહેલા જુની વિધાનસભા કચેરીમાંથી અથવા જુના રહેણાંક વિસ્તારના BLO (બુથ લેવલ ઓફિસર) પાસે થી નામ કમી કરાવીને જ નવી જગ્યાએ ફોર્મ ભરવુ. અથવા જુનો વોટીંગ કાર્ડ નમ્બર ફરજિયાત ઓનલાઈન ફોર્મમાં દર્શાવવુ.ઓનલાઈન ફોર્મ ભરવા માટે લિંક-https://www.nvsp.in/Forms/Form6

ઓફલાઈન(મેન્યુઅલ) ફોર્મ ભરવા માટે-*૧*- અવારનવાર મતદારયાદી સુધારણા કાર્યક્રમ થતો હોય છે તે દરમ્યાન આપના મતદાન બુથના સરકાર નિયુક્ત BLO (બુથ લેવલ ઓફિસર) નો સંપર્ક કરવો. અને ફોર્મ ભરવું. ૨*- આપની વિધાનસભા ને લગતી ચૂંટણી કચેરી નો સંપર્ક કરી ફોર્મ ભરી શકો છો.ફોર્મ -૬ ડાઉનલોડ કરવા માટે લિંક.https://drive.google.com/file/d/152zE3dURkoyuo6NqZ0Bi__B6LU9oIfJ-/view?usp=sharingમતદારયાદી માંથી નામ કમી કરવા માટે*મતદારયાદીમાં નામ કમી કરવા માટે ફોર્મ નં-૭ ભરવાનું હોય છે. ફોર્મ ઓનલાઈન/ઓફલાઈન ભરતી વખતે નીચે મુજબ ની બાબતોનું ધ્યાન રાખવું.વોટીંગ કાર્ડની ઝેરોક્ષ અને જ્યાં SHIFT થયા હોય તે જગ્યાનું કોઇપણ એક ડોકયુમેન્ટ પાસ પોર્ટ/આધાર કાર્ડ/ હાલનું પોતાના અથવા પોતાના ફેમીલી મેમ્બરના નામનુ લાઇટબીલ/વેરાબીલ/ મેરેઝ સર્ટી પૈકીનો કોઈ પણ એક પુરાવો ફરજિયાત જોડવો.વોટીંગ કાર્ડ નંબર સાચો લખવો અને વિધાન સભા સાચી પસંદ કરવી . વિધાનસભાનુ નામ અને ભાગ નમ્બર ખબર ના હોય તો ચૂંટણી કાર્ડના પાછળના ભાગમાં લખેલ વિધાનસભાનુ નામ જોઈ લેવું. અને તેના આધારે ફોર્મ ભરવું . તમામ ઈમેજ સ્પષ્ટ વાંચી શકાય તેવી હોવી જોઈએ.

ઓનલાઈન ફોર્મ ભરવા માટે લિંક-https://www.nvsp.in/RegisteredUser/FormsInputIndex?form_type=form7

*ઓફલાઈન(મેન્યુઅલ) ફોર્મ ભરવા માટે-**૧*- અવારનવાર મતદારયાદી સુધારણા કાર્યક્રમ થતો હોય છે તે દરમ્યાન આપના મતદાન બુથના સરકાર નિયુક્ત BLO (બુથ લેવલ ઓફિસર) નો સંપર્ક કરવો. અને ફોર્મ ભરવું. ૨*- આપની વિધાનસભા ને લગતી ચૂંટણી કચેરી નો સંપર્ક કરી ફોર્મ ભરી શકો છો.*ફોર્મ -૭ ડાઉનલોડ કરવા માટે લિંક*https://drive.google.com/file/d/1rO-ssMCOmjMa5OsTiTBmz7kAQknI-yWc/view?usp=sharing *મતદારયાદીમાં સરનામા સિવાયની તમામ વિગતો સુધારવા માટે.* મતદારયાદી માં સરનામા સિવાયની તમામ વિગતો સુધારવા માટે ફોર્મ નં-૮ ભરવાનું હોય છે. ફોર્મ ઓનલાઈન/ઓફલાઈન ભરતી વખતે નીચે મુજબની બાબતોનું ધ્યાન રાખવું. વોટીંગ કાર્ડની ઝેરોક્ષ, અને જે કંઇ પણ સુધારો કરાવો છે એનું ડોકયુમેન્ટ જન્મ તારીખ ,નામનુ પુરાવો – જન્મનો દાખલો/ એલ.સી./પાનકાર્ડ/પાસ પોર્ટ/આધાર કાર્ડ.*•* સરનામા માં ફકત ઘર નંબર જ ફોર્મ ૮ થી સુધરી શકશે . તે સિવાયના સરનામાની વિગતો સુધારવા ફોર્મ ૮-ક ભરવો . અને અન્ય વિધાનસભામાં રહેવા ગયા હોય તો જે વિધાનસભામાં રહેવા ગયા હોય ત્યાં ફોર્મ -૬ ભરવું અને તેમાં જુનો ચુંટણી કાર્ડનંબર ફરજિયાત લખવો. તમામ ઈમેજ સ્પષ્ટ વાંચી શકાય તેવી હોવી જોઈએ.

*•* વોટીંગ કાર્ડ નંબર સાચો લખવો અને વિધાન સભા સાચી પસંદ કરવી . વિધાનસભાનુ નામ અને ભાગ નમ્બર ખબર ના હોય તો ચૂંટણી કાર્ડના પાછળના ભાગમાં લખેલ વિધાનસભાનુ નામ જોઈ લેવું. અને તેના આધારે ફોર્મ ભરવું.

*ઓનલાઈન ફોર્મ ભરવા માટે લિંક-*https://www.nvsp.in/RegisteredUser/FormsInputIndex?form_type=form8

*ઓફલાઈન(મેન્યુઅલ) ફોર્મ ભરવા માટે-* ૧*- અવારનવાર મતદારયાદી સુધારણા કાર્યક્રમ થતો હોય છે તે દરમ્યાન આપના મતદાન બુથના સરકાર નિયુક્ત BLO (બુથ લેવલ ઓફિસર) નો સંપર્ક કરવો. અને ફોર્મ ભરવું.*૨*- આપની વિધાનસભા ને લગતી ચૂંટણી કચેરી નો સંપર્ક કરી ફોર્મ ભરી શકો છો.*ફોર્મ -8 ડાઉનલોડ કરવા માટે લિંક*
https://drive.google.com/file/d/1gAHZlHTCGm3n6ojZoviUlxVfCXCrUi3O/view?usp=sharingશ્રી સી.આર.પાટીલ ઓફીસ, ડિજિટલ હેલ્પલાઇન, વોટ્સએપ નંબર- 02612300000

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here