ઓકિસજન લેવલ 56 થઇ ગયું હોવા છતાં આધેડ મહિલાએ કોરોનાને આપી માત

0
179

ઓકિસજન લેવલ 56 થઇ ગયું હોવા છતાં આધેડ મહિલાએ કોરોનાને આપી માત 1 વર્ષથી કેરોનાની મહામારીથી બચવા , ગરમ પાણી , ઉકાળા વગેરેનું નિયમિત રીતે સેવન કરતાં હતા .આમ તો અમારા ઘરમાં ચાર સભ્યોમાંથી કોઈને પણ કોઇ બિમારી નથી જ .છતાં સાવચેતી રાખવી અનિવાર્ય છે .એટલે એના ભાગરૂપે અમે સૌ ચિવટ રાખતાં હતા જ .આમ છતાં હું કોરોનાની ઝપટે ચડી ગઇ .ઓકિસજનનું લેવલ ૫૬ થઇ ગયું .પરિવારજનોએ તાત્કાલિક મને સિવિલમાં ખસેડી .ત્યાંની શ્રેષ્ઠ સારવારે મારું બે દિવસમાં જ ઓકિસજન લેવલ ઠીક કરી દીધુ અને પછીના ચાર દિવસ મને કેન્સર હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવી .’ આ વાત કરે છે ૫૦ વર્ષના તરૂબેન રમેશભાઇ પીઠડિયા .તેઓને ગત તા .૧૩ મી એપ્રિલે સિવિલમાં દાખલ કરાયા હતા .અને તા .૧૮ મી એપ્રિલના રોજ કેન્સર હોસ્પિટલમાંથી સાજા થયા બાદ ઘરે જવા ડિસ્ચાર્જ પણ કરાયા હતા

રાજકોટના રૈયાધાર પાસે રહેતા તરૂબેન વધુમાં કહે છે કે , વિશ્વવ્યાપી કોરોનાની મહામારીને કાબુમાં રાખવા માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજય સરકાર કોરોનાના દર્દીઓ માટે જે સુવિધા સારવાર આપી રહી છે તે ખુબ સારી છે . હોસ્પિટલમાં છ | દિવસ સુધી મને નિદાન – સારવાર , ઓકિસજન બધુ જ વિનામૂલ્ય પૂરું પાડવામાં આવે છે . ખાનગી હોસ્પિટલમાં આ છ દિવસ માટે મારે લાખો રૂપિયાનો ખર્ચો થાત . પરિવાર વિશે વાત કરતાં તરૂબેને કહ્યું હતું કે મારા પતિ દરજી કામ કરે છે , દીકરો ઇલેકટ્રીશ્યન છે . હમણા કામ કાજમાં પણ મંદી રહે છે . અમારા જેવા પરિવારો માટે સરકારી દવાખાના – હોસ્પિટલો આશિર્વાદ સમા છે . સરકારી હોસ્પિટલ હવે આધુનિક બની ગઇ છે . ત્યાં સવાર સાંજ ચા નાસ્તાની વ્યવસ્થા પુરી પાડવામાં આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here