કઠોર માં કઠોર બાપ પણ સહન કરવા શક્તિમાન નથી હોતો દીકરીની આ વસમી વિદાય જરૂર વાંચજો અને શેર કરજો

0
494

જે દીકરીઓ બાપના બારણામાંથી વિદાય મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે છે,એને જોવા તો દેવોના પણ શ્વાસ થંભી જતા હોય છે.ગામની કન્યા વિદાય નો પ્રસંગ જાણે આખા ગામની દીકરીનો પ્રસંગ બની જાય છે.જીવન ભર ક્યારેય ન રડેલાની આંખોમાં મેં અષાઢના પુર જોયા છે,બાપની આંખોમાંથી આંસુ નહીં અમૃતવરસે છે.જ

્યારે જ્યારે આ પ્રસંગ માણ્યો છે,હંમેશા એવું લાગ્યું છે કે જે દીકરીને આ નસીબ નથી થયું એ આની ઊર્મિઓ સમજવામાં પાછી પડશે.કઠોર માં કઠોર બાપ પણ આને સહન કરવા શક્તિમાન નથી હોતો.

અશ્રુ અંજલિ સહ….દરેક દીકરીને સમર્પિત.

દીકરીની વિદાય વેળાનું ગીત …1

વહાલી દીકરી,મમતાએ મઢી,સંસ્કારે ખીલી,વહાલી દીકરી,ભર બપોરે દોડી,બારણું ખોલી,ધરે જળની પ્યાલી,વહાલી દીકરી,હસે તો ફૂલ ખીલે,ગાયે તો અમી ઝરે,ગુણથી શોભે પૂતળી,વહાલી દીકરી,રમે હસતી સંગ સખી,માવતર શીખવે પાઠ વઢી,સૌને હૃદયે તારી છબી જડી,વહાલી દીકરી,વીતી અનેક દિવાળી,જાણે વહી ગયાં પાણી,સોળે કળાએ ખીલી જાણે રાણી,વહાલી દીકરી,પૂજ્યાં તે માત પાર્વતી,પ્રભુતામાં માંડવા પગલી,લેવાયાં લગ્ન આંગણિયે
મહેંકે સુગંધ તોરણિયે,દિન વિજયા દશમી,વહાલે વળાવું દીકરી,

વાગે શરણાઈ ને ઢોલ,શોભે વરકન્યાની જોડ,વિપ્ર વદે મંગલાષ્ટક,શોભે કન્યા પીળે હસ્તઆવી ઢૂંકડી વિદાય વેળા,માવતર ઝીલે છૂપા પડઘા,વ્યથાની રીતિ ના સમજાતી,વાત કેમ કહેવી બોલે દીકરી,ઝીલ્યા વડીલોના મોંઘા બોલ,વગર વાંકે ખમ્યા સૌના તોલ,દીકરીની વ્યથા ઉરે ઉભરાણી,કેમ સૌ આજ મને દો છોડી,આવી રડતી બાપની પાસે,બોલી કાનમાં ખૂબ જ ધીરે,કોને બોલશો-વઢશો પપ્પા હવે,હું તો આજ સાસરિયે ચાલી,કેવું અંતર વલોવતા શબ્દો બોલી,જુદાઈની કરુણ કેવી કથની,થયો રાંક લૂંટાઈ દુનિયા મારી,આજ સંબંધની સમજાણી કિંમત ભારી,આંખનાં અશ્રુ બોલે વાણી,નથી જગે તારા સમ જીગરી,તું સમાઈ અમ શ્વાસે દીકરી,તારા શબ્દો ટપકાવે આંખે પાણી,ઓ વહાલી દીકરી,ઘર થયું આજ રે ખાલી,

દીકરીની વિદાય વેળાએ ..2

આ કાવ્યમાં પોતાની વ્હાલી દીકરીને પિયરગૃહે થી સ્વસુરગૃહે જવા માટે વિદાય કરતા એક પિતાના મનોભાવોને રજુ  કરવાનો પ્રયત્ન કર્યો છે. આશા છે આપને એ ગમશે

ઘેર દીકરી અવતરી,હરખાયા,સૌએ કહ્યું,ઘરમાં લક્ષ્મી આવી.જોઇને હૈયું ઠારતી ,ખેલતી,કુદતી,ભણી ,ગણી,ડાહી બની,વરસાદમાં વેલી વધે, એમ વધતી,ખબર પણ ના પડી, એમ એક દિન ,ઢીંગલી મારી ,બાલિકામાંથી,લગ્ન લાયક કન્યા બની ગઈ !બરાબર યાદ છે એ દિવસો, મને જ્યારે,થાવા લાગી હતી એના લગ્નની ચિંતાઓ,અમે જ હર્ષથી છપાવી અને વહેંચી હતી ,દીકરીના ઘડિયાં લગ્નની કંકોતરીઓ ,અને એમ છતાં ,કન્યા વિદાયની એ વસમી વેળાએ,ક્યાં અદ્રશ્ય થઇ ગયો હતો, લગ્નનો એ હર્ષ ?

દુઃખનાં વાદળ કેમ ઉમટી આવ્યાં હતાં ?બે આંખોમાં આંસુ બની કેમ વરસી રહ્યાં હતાં ?હતી જે અમારી આંખોનો ઉજાસ,એ વ્હાલી અમારી દીકરી, આ વેળા પછી,શું અમારી આંખોથી ઓજલ થઇ જવાની ?દુખી દિલ મારું ફરી ફરી કેમ ભીખી રહ્યું હતું ?દીકરી તું કેમ જાય, થોડું વધુ રોકાઈ ના જા ?થાપણ હતી મારી , શું હવે એ પારકી બની ગઈ ?
-અજ્ઞાત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here