મહિલાઓને મળશે 0% વ્યાજે 1 લાખ રૂપિયાની લોન વધુમા વાંચીને શેર કરો

0
241

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાતની મહિલાઓ માટેની “ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના “નું લોન્ચિંગ કર્યું હતું. આ યોજનામાં 1 લાખ સખીમંડળો દ્વારા 10 લાખ બહેનોને જોડીને પરિવારના અંદાજે કુલ 50 લાખ લોકોને આર્થિક આધાર આપવાની આપણી નેમ છે. મહિલાને શક્તિસ્વરૂપા કહીને આપણી સંસ્કૃતિમાં તેને જે ગૌરવવંતુ સ્થાન અપાયું છે તેને હવેના સમયમાં પુરૂષ સમોવડી મહિલાશક્તિ બનાવીને સ્ત્રીશક્તિના સર્વાંગી વિકાસનો ધ્યેય આપણે પાર પાડીશું.

રાજ્યમાં પ્રથમ વાર મુખ્યમંત્રી મહિલા કલ્યાણ યોજના શરૂ કરીને 10 લાખથી વધુ માતાઓ બહેનને અપાશે ઝીરો ટકા વ્યાજે લોન ધિરાણ. રાજ્યના 1 લાખ મહિલા જૂથની કુલ 10 લાખ માતા-બહેનોને મળશે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો લાભ.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની 10 લાખ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે એક હજાર કરોડ સુધીનું કુલ ધિરાણ શૂન્ય ટકા વ્યાજે લોન આપવા માટે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના શરૂ કરવાનો નિર્ધાર કર્યો છે.મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આગામી જન્મદિવસ ૧૭મી સપ્ટેમ્બરે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની ભેટ ગુજરાતની નારી શક્તિને આપશે. મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત રાજ્યના ગ્રામીણ ક્ષેત્રમાં ૫૦ હજાર અને શહેરી વિસ્તારમાં ૫૦ હજાર મળી કુલ ૧ લાખ જોઈન્ટ લાયાબિલિટી એન્ડ અર્નિંગ ગ્રુપ-મહિલા જૂથની રચના કરવામાં આવશે.રાજ્યની સરકારી બેંકો, સહકારી બેંકો તેમજ ખાનગી બેંકો અને આરબીઆઇ માન્ય ધિરાણ સંસ્થાઓ મારફતે આ યોજના અંતર્ગત પ્રત્યેક મહિલા જૂથને ૧ લાખ રૂપિયાની લોન પ્રાપ્ત થઇ શકશે.

મુખ્યમંત્રીએ આ યોજનાના – ધિરાણનું વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે તેવો મહિલા કલ્યાણ અભિગમ અપનાવ્યો છે. ઉપરાંત આ લોન-ધિરાણ માટેની સ્ટેમ્પ ડ્યુટીમાં પણ માફી આપવાનો નિર્ણય કર્યો છે. આ માટે રાજ્ય સરકારે ૧૭૫ કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં જેમની બેન્કલોન ભરપાઇ થઇ ગયેલી હોય તેવા પ્રવર્તમાન મહિલા જૂથોને પણ યોજનામાં લાભ લેવા જોઈન્ટ લાયાબિલિટી એન્ડ અર્નિંગ ગ્રુપ તરીકે નોંધણી કરાવીને લાભ મેળવી શકશે તેવો ઉદાત્ત અભિગમ રાખ્યો છે. 

તેમણે આ યોજનાનો લાભ છેવાડાના અંતરિયાળ વિસ્તારોની માતા-બહેનો સુધી મળી રહે તે માટે વધુને વધુ બહેનોના જૂથ બનાવવા યોજના અન્વયે પ્રોત્સાહન પણ જાહેર કર્યા છે. તદ્દઅનુસાર આવા જૂથોની રચનામાં સહાયક થનાર કોમ્યુનિટી રીસોર્સ પર્સન- સર્પોટરને ૩૦૦ રૂપિયાનું પ્રોત્સાહક સહાય અપાશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here