October 28, 2021
Breaking News

ઘરમાં તુલસીનો છોડ કેમ જરૂરી છે તેનું વૈજ્ઞાનિક ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ

તુલસીના છોડને હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ માનવમાં આવે છેઆ છોડ તેના વૈજ્ઞાનિક, ધાર્મક અને જ્યોતિષીય ગુણોના કાર ણે મહત્વપૂર્ણ છે તુલસીના છોડનું મહત્વ પદ્મપુરાણ બ્રહ્મવૈવર્તપુ રાણ સ્કંદપુરાણ ભવિષ્ય પુરાણ અને ગરુડ પુરાણમાં જણા વ વામાં આવ્યું છે . આ પૌરાણિક ગ્રંથો ઉપરાંત . આયુર્વેદ અને વિજ્ઞાન માં પણ આ છોડને પર્યાવરણ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવમાં આવે છેબીજી તરફ વ્રત અને ધાર્મિક કથા માં પણતુલસીનું મહત્વ જણાવવામાં આવ્યું છે ભગવાનવિષ્ણુ અને શ્રીકૃષ્ણની કોઈ પણ પૂજા તુલસીપત્ર વગર પૂર્ણ માનવમાં આવતી નથી. એટલા માટે ઘરમાં આ છોડ હોવો જરૂરી છે.

  • પદ્મ પુરાણ મુજબ
  • या दृष्टा निखिलाघसंघशमनी स्पृष्टा वपुष्पावनी।
  • रोगाणामभिवन्दिता निरसनी सिक्तान्तकत्रासिनी।
  • प्रत्यासत्तिविधायिनी भगवतः कृष्णस्य संरोपिता।
  • न्यस्ता तच्चरणे विमुक्तिफलदा तस्यै तुलस्यै नमः।। ( પદ્મ પુરાણ : ઉ.ખં. 56.22)

અર્થ- જેના દર્શન કરવાથીતમામ પાપનો નાશ થાય છે, સ્પર્શ કરવાથી શરીરને પવિત્ર બનાવી દે છે. પ્રણામ કરવાથી રોગોનું નિવારણ કરે છે, પાણી પાવાથી યમરાજને પણ ભય પહોંચાડે છે, છોડ ઘરમાં લગાવવાથી તે ભગવાન શ્રીકૃષ્ણની નજીક લઈ જાય છે અને તુલસીપત્ર ભગવાનના ચરણમાં ચઢાવવાથી મોક્ષ રૂપી ફળ આપે છે, આવી તુલસી દેવીને નમસ્કાર છે . તુલસીનું ધાર્મક, જ્યોતિષીય, આયુર્વેદિક અને ધાર્મિક મહત્વ

  • પુરાણમાં તુલસી વિશે આવું લખાયેલું છે

A). ગરુડ પુરાણના ઘર્મ કાંડ- પ્રેત કલ્પમાં લખાયું છે કે તુલસી નોછોડ વાવવાથી તેને પાણી પાવાથી તેનું ધ્યાન સ્પર્શ અનેગુણ ગાન કરવાથી વ્યક્તિના પૂર્વ જન્મના પાપનું નિવારણ થાય છે.

B). બ્રહ્મવૈવર્ત પુરાણમાં પ્રકૃતિ ખંડમાં જણાવાયું છે કે મૃત્યુ સમયે જો તુલસીપત્ર સાથે જળ પીવડાવવામાં આવે તો તેને દરેક પાપમાંથી મુક્તિ મળે છે.

C). સ્કન્દ પુરાણના જણાવ્યા મુજબ જે ઘરમાં તુલસીનો છોડ હોય અને દરરોજ તેની પૂજા થાય તે ઘરમાં યમરાજા . પ્રવેશ કરતા નથી.

D). સ્કન્દ પુરાણમાં જ જણાવાયું છે કે વાસી ફૂલ અને વાસી જળ પૂજામાં વર્જિત છે પરંતુ તુલસીપત્ર અને ગંગાજળ વાસી હોવા છતા તેનો પૂજામાં ઉપયોગ કરી શકાય છે. એટલે કે આ બન્ને વસ્તુને દરેક સ્થિતિમાં પવિત્ર માનવમાં આવે છે.

E). બ્રહ્મવૈવર્ત પુરાણના શ્રીકૃષ્ણ જન્મ ખંડમાં જણાવાયું છે કે ઘરમાં રોપવામાં આવેલી તુલસી મનુષ્ય માટે કલ્યાણકારી ઘન, પુત્ર પ્રદાન કરનારી, પુણ્ય આપનારી અને હરિભક્તિ દેનાર છે. સવારસવારમાં તુલસીના દર્શન કરવાથી સવાગ્રામ સોનાનાદાન નું ફળ મળે છે.

  • આયુર્વેદ અને જ્યોતિષ શું કહે છે

A).જ્યોતિષ મુજબ જે ઘરમાં તુલસીનો છોડ હોય ત્યા વાસ્તુ દોષ લાગતો નથી. આ છોડને ઘરના પૂર્વ-ઉત્તર ખૂણામાં રાખવો જોઈએ. ભવિષ્ય પુરાણમાં જણાવાયું છે કે તુલસીના છોડને દક્ષિણ દિશામાં રાખવો જોઈએ નહીં. તેનાથી દોષ લાગે છે.

B).આયુર્વેદમાં ઘણી ઔષધીઓ તુલસીનાપાંદને મેળવીનેબના વવામાં આવે છે. આયુર્વેદ મુજબ તુલસીપત્રને દાંતથી ચાવવા ન જોઈએ તેનાથી દાંત ખરાબ થાય છે.

  • તુલસી ઉપર થયેલા રિસર્ચ અને વૈજ્ઞાનિક રિપોર્ટ

A). વનસ્પતિ વૈજ્ઞાનિક ડોક્ટર જી.ડી. નાડકર્ણીના જણાવ્યા મુજબ તુલસીના નિયમિત સેવનથી શરીરમાં ઉર્જાનો . પ્રવાહ નિયંત્રિત થાય છે અને વ્યક્તિની ઉંમર વધે છે.

B). ફ્રેન્ચ ડોક્ટર વિક્ટર રેસીનનું કહેવું છે કે તુલસી એક અદ ભુત ઓષધી છે.

D)ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈજેશનના વૈજ્ઞાનિ કો દ્વારા કરવામાં આવેલી શોઘમાં જણાવાયું છે કે તુલસીમાં એન્ટીઓક્સીડેંટ હોય છે. જે શરીરની મૃત કોશિકાઓને ઠીક કરવામાં મદદ કરે છે.

C). ઈમ્પીરિયલ મલેરિયલ કોન્ફ્રરન્સ મુજબ તુલસી મલેરિયા ની વિશ્વનીય અને પ્રામાણિક દવા છે.

E)તુલસીનો પ્રભાવ શરીરમાં જતાં કેમિકલ કે અન્ય નશાવાળા પદાર્થોથી થતા નુકસાનને ઓછું કરે છે.

F)ટીબીમલેરિયા કેઅન્યરોગો સામેલડવા માટેતુલસી કારગરછે

G). કે. એમ જૈનના પરીક્ષણમાં એવું જાણવા મળ્યું છે કે કોઈ વ્યક્તિ તુલસીના છોડની 9 પરિક્રમા કરે તો તેની આભામંડળ નો પ્રભાવ 3 મીટર સુધી વધી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *