શ્રાદ્ધ શા માટે કરવામા આવે છે શુ આપણાં રુષીઓ પાગલ હતા ? જાણો તેના પાછળનુ કારણ

0
200

શ્રાદ્ધ શા માટે કરવાનું ? શુ આપણાં રુષીઓ પાગલ હતા ? રુષીઓ ક્રાંતિકારી વિચારણા ધરાવતા હતા , આ છે ખરું કારણ -………..કારણકે તમારા પૂર્વજ તમારી પાસે જ મુક્તિની આશા લગાવી બેસ્યા છે. એમના જીવંત રહેવા દરમિયાન તમે તેમને ક્યારેક નિરાશ કર્યા હોય, તો મૃત્યુ પછી તો એમની સેવા કરી જ શકો છો. 

વડ કે પીપળાના ટેટા ગમે તેટલા રોપશો પણ નહીં ઉગે . – કારણકે કુદરતે આ બે ઉપયોગી વૃક્ષ માટે અલગ ગોઠવણ કરી છે . -……… આ બન્નેનાં ટેટા કાગડા ખાય અને એમની હોજરીમાં પ્રોસેસ થાય પછી જ | વિષ્ટામાં તે બીજ ઉગવાલાયક થાય છે . –

પીપળો જગતનું એકમાત્ર વૃક્ષ છે જે રાઉન્ડ ધ કલોકબ ઓક્સિજન છોડે છે અને વડના ઔષધીય ગુણો અપરંપાર છે – આ બે વૃક્ષો જીવાડવા હોય તો કાગડાની મદદ વગર એ શક્ય નથી માટે કાગડાને બચાવવા પડે . ……… – કાગડા ભાદરવા મહિનામાં ઈંડા મૂકે અને બચ્ચા બહાર આવે તો એ નવી પેઢીને તંદુરસ્ત અને ભરપૂર ખોરાક મળવો જરૂરી છે . – રુષિઓ એ કાગડાના બચ્ચાઓ ને દરેક છત પર ખોરાક મળી રહે એ માટે શ્રાદ્ધની ગોઠવણ કરી . – મગજ દોડાવ્યા વગર શ્રાધ્ધ કરજો પ્રકૃતિના રક્ષણ માટે અને ચોક્કસ જ્યારે વડ – પીપળો જોશો તો પૂર્વજો યાદ આવશે જ.

એ વાત જાણવી ખુબ જરૂરી છે શ્રાદ કાગળને જ શા માટે ખવડાવવામાં આવે છે તેની પાછળનું કારણ આ મુજબ છે આપના પુરાણોમાં કાગડાનું બહુ મહત્વ જણાવ્યું છે. પુરાણો મુજબ કાગડાનું મોત ક્યારેય પણ રોગી  કે વૃદ્ધના રૂપમાં થતુ નથી. કાગડાનું  મોત હંમેશા આકસ્મિક  જ હોય છે અને જ્યારે  એક કાગડો મરે છે  તો તે દિવસે કાગડાના સાથી પણ  ભોજન કરતા નથી. કાગડામાં  એક ખાસિયત એ છે કે કાગળા  ક્યારેય પણ એકલો ભોજન કરતા નથી. કાગળા  હમેશા માટે  તેમના સાથીઓ સાથે મળીને  જ ભોજન કરે  છે. માન્યતા મુજબ કાગળો યમરાજનો દૂત હોય છે.
જે શ્રાદ્ધમાં આવીને અન્નની થાળી જોઈ યમલોક જઈને આપણા પિતૃને શ્રાદ્ધમાં પિરસાયેલા ભોજનની માત્રા અને ખાવાની વસ્તુ જોઈને તેના ઉપરથી આપણા જીવનની આર્થિક સ્થિતિ અને સંપન્નતાને જણાવે છે. જેને જાણીને પિતૃને સંતુષ્ટિ થાય છે અને તેમની આત્માને શાંતિ મળે છે. આથી પિતૃ શ્રાદ્ધમાં કાગળાને ભોજન આપવામાં આવે છે

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here