સખી શું છે ? તે જાણો

• આ યોજના અંતર્ગત જાહેર કે વ્યક્તિગત જીવનમાં હિંસાનો ભોગ બનેલી મહિલાઓને સહાય કરવામાં આવે છે .

• શારિરીક , માનસિક કે આર્થિક રીતે શોષણ થતું હોય તેવી કોઇપણ ઉંમરની મહિલાને મદદ કરવામાં આવે છે .

આ યોજના કઇ રીતે કામ કરે છે ?

• યોજના હેઠળ કોઇપણ મહિલા પોતે અથવા પોતાના વતી કોઇપણ દ્વારા ઓએસસી ખાતે ગમે તે સમયે ફરિયાદ નોંધાવી શકે છે .

• એકવાર ફરિયાદ નોંધાઇ જાય ત્યારબાદ મહિલા ૧૮૧ મહિલા હેલ્પલાઇન નંબર પરથી એક આઇડી નંબર મેળવે છે

• અને જે – તે જિલ્લાના કે વિસ્તારના કાયદાકીય અધિકારી કે મેડિકલ અધિકારીને તુરંત જ એક મેસેજ મોકલવામાં આવે છે

આ યોજના હેઠળ મળતી સહાય

• મહિલાઓને ફરિયાદ નોંધવામાં સહાય કરે છે . • ૧૦૮ જેવી એબ્યુલન્સ સેવા અને પોલીસ વેન , આશ્રય સ્થાન જેવી તાત્કાલિક સહાય અને બચાવ કામગીરી સેવા • હોસ્પિટલમાં મેડિકલ સેવા • નિષ્ણાંત કાઉન્સેલર દ્વારા મનોવૈગ્યાનિક સપોર્ટ

આ યોજના હેઠળ મળતી સહાય

• વકીલો દ્વારા કાયદાકીય સપોર્ટ • મહિલાને તેનો કેસ લડવા માટે સરકારી વકીલ પસંદ કરવા માટેની છૂટ આપવામાં આવે છે

• સરકારી વકીલ મહિલા માટે કાયદાકીય પ્રક્રિયા હળવી બનાવવાનો પ્રયત્ન કરે છે અને મહિલાને કોર્ટની સુનાવણી વખતે હાજર રહેવામાંથી પણ મુક્તિ અપાવવાનો પ્રયતા કરે છે .

• દુષ્કર્મ જેવા અપરાધ કેસમાં વકીલ પ્રયત્ન કરે છે કે કેસ કર્યાના ૨ મહિનામાં કેસની તપાસ કામગીરી અને કોર્ટની કામગીરી પૂર્ણ થઇ જાય .

આ યોજના હેઠળ મળતી સહાય • હિંસાનો ભોગ બનેલી મહિલાઓ તેમના બાળકો ( ૮ વર્ષ સુધીના છોકરી કે છોકરો ) સ્વધાર ગૃહ અને સરકારી તેમ જ એનજીઓની સંસ્થાઓમાં આશ્રય મેળવી શકે છે .

• પોલીસ અને કોર્ટની કામગીરીને ઝડપી તેમજ મુશ્કેલી વિનાની બનાવવા માટે ઓએસસી મહિલાને છૂટ આપે છે કે તે વિડિયો કોન્ફરન્સ દ્વારા પોતાનું નિવેદન નોંધાવે . ( નોંધઃ વધુ માહિતી માટે મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઇટ wcd . nic . in પર જુઓ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *