આજથી બદલાઇ ગયા છે આ કાયમી જિંદગી સાથેના 11 નિયમો, જાણી લો નહીંતર લેવાના દેવા થઈ જાશે

0
189

1,October થી દેશમાં ઘણા નિયમો લાગૂ થવા જઇ રહ્યા છે. જેની સીધી અસર સામાન્ય જનતાની જિંદગી પર પડશે. ઓક્ટોબરમા ઘણા એવા ફાઇનાશિયલ ફેરફાર (Financial Changes) થવાના છે કે જે તમારા ખિસ્સા પર ભારે અસર કરવાના છે. બેકિંગ, ટ્રાન્સપોર્ટ અને જીએસટી માટે બેંક અને સરકારના જૂના નિયમોમાં થોડા ફેરફાર કરવામા આવ્યો છે, જે 1 ઓક્ટોબર 2019થી લાગૂ થવાના છે. તો જાણો આજથી શું શું બદલાઇ રહ્યું છે નહિતર લેવાના દેવા પડી શકે છે ……………….

SBI મફતમાં આપશે આ ચીજવસ્તુઓ
પહેલા સૌથી મોટો ફેરફાર મંથલી એવરેજ બેલેન્સ (MAB)ને લઇને થનાર છે. એસબીઆઈના બેંક એકાઉન્ટમાં મંથલી એવરેજ બેલેન્સ મેન્ટેન નહીં રાખો તો લેવાતા ચાર્જમાં ઘટાડો થનાર છે. આ ઘટાડો લગભગ 80 ટકા સુધીનો હોઇ શકે છે. અત્યારે તમારા બેંક એકાઉન્ટમાં જો મેટ્રો સિટી અને શહેરી વિસ્તારની બ્રાન્ચમાં છે, તો તમારા ખાતામાં એવરેજ મંથલી એવરેજ બેલેન્સ ક્રમશ, 5000 રૂપિયા અને 3000 રૂપિયા રાખવા અનિવાર્ય છે……….

ATMમાંથી કેશ કાઢવાના નિયમમાં ફેરફાર
1 ઓક્ટોબરથી SBIના એટીએમ ચાર્જ પણ બદલવાના છે, હવે બેંકના ગ્રાહકો મેટ્રો શહેરોના એસબીઆઈ એટીએમમાંથી મેક્સિમમ 10 વાર મફતમાં ટ્રાન્સજેક્શન કરી શકશે. અત્યારે આ લિમિટ 6 ટ્રાન્સજેક્શનની છે. જ્યારે અન્ય જગ્યાએના એટીએમમાંથી મેક્સિમમ 12 ફ્રી ટ્રાન્સજેક્શન કરી શકાશે.

ઘણી ચીજવસ્તુઓ પર ઓછો થયો GST
GST કાઉન્સિલની 37મી બેઠકમાં ઘણા મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. આ બેઠકમાં ઘણી ચીજોમાંથી ટેક્સનો ભાર ઓછો કરવામાં આવ્યો છે. GST કાઉન્સિલની બેઠકમાં સૌથી મોટી રાહત હોટલ ઈન્ડરસ્ટ્રીને મળી છે. હવે 1000 રૂપિયા સુધીના ભાડાવાળી વસ્તુઓ પર ટેક્સ લાગશે નહીં, જ્યારે ત્યારબાદ 7500 રૂપિયા સુધી ટેરિફવાળી વસ્તુઓના ભાડા પર હવે માત્ર 12 ટકા જીએસટી આપવો પડશે. જીએસટી કાઉન્સિલે 10માંથી 13 સીટો સુધી પેટ્રોલ-ડિઝલના વાહનો પર સેસ ઘટાડી દીધો છે. કાઉન્સિલે સ્વાઇડ ફાસ્ટનર્સ (જિપ) પર જીએસટીને 12 ટકા કરી દીધો છે.

OBCથી રેપો રેટ લિંક રિટેલ લોન 8.35 ટકા પર મળશે
ઓરિએન્ટલ બેંક ઓફ કૉમર્સ (OBC)એ રેપો રેટથી લિંક નવા રિટેલ અને MSE લોન પ્રોડક્ટ લોન્ચ કરી છે. આ લોન 1 ઓક્ટોબર 2019થી ઉપલબ્ધ થશે. MSE અને રિટેલ લોન હેઠળ OBC દ્વારા કરવામાં આવનાર તમામ નવા ફ્લોટિંગ રેટ લોન રેપો રેટથી જોડાયેલા વ્યાજ દર પર મળશે. આ નવા પ્રોડક્ટ્સમાં રેપો રેટથી લિંક હોમ લોનના વ્યાજ પર 8.35 ટકાથી શરૂ થશે, જ્યારે MSE માટે લોનના વ્યાજદર 8.65 ટકાથી શરૂ થશે.

પેટ્રોલ-ડીઝલની ખરીદ પર નહીં મળે કેશબેક:
1લી ઓક્ટોબર બાદ જો તમે એસબીઆઈના ક્રેડિટ કાર્ડથી પેટ્રોલ-ડીઝલની ખરીદ કરો છો તો ચુકવણી પર મળતું 0.75 ટકા કેશબેક હવે ગ્રાહકોને નહીં મળે. બેંકે મેસેજ કરીને ગ્રાહકોને આ વિશે માહિતી આપી છે. એચપીસીએલ, બીપીસીએલ અને આઈઓસીએ કેશબેક સ્કીમને પરત લેવાના નિર્દેશ આપ્યા છે. તમને જણાવી દઇએ કે, SBI ક્રેડિડ કાર્ડ મારફતે પેટ્રોલ ખરીદવા પર ગ્રાહકોને 0.75 ટકા કેશબેક મળતું હતું, પરંતુ HPCL, BPCL અને IOCએ કેશબેક સ્કીમને પાછી લેવાનો નિર્દેશ કર્યો છે.

ડ્રાઇવિંગ લાઇસન્સ માટે લાગૂ થશે આ નવા નિયમ:
1 ઓક્ટોબરથી ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાના નિયમોમાં ફેરફાર થશે. નવા નિયમો મુજબ તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ અપડેટ કરવાનું રહેશે. આ માટે સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઇન રહશે. જ્યારે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ સાથે ડ્રાઇવિંગ લાઇસન્સ કાયદાકીય રીતે જરૂરી બની જશે. નવા નિયમો હેઠળ લાઇસન્સ અને આરસીમાં માઇક્રોચિપ સિવાય ક્યૂઆર કોડ પણ આપવામાં આવશે. જો કે, ગાડીનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC)ની સાથે ડ્રાઇવિંગ લાઇસન્સ કાયદાકીય રૂપથી અનિવાર્ય છે, પરંતુ હવે ડ્રાઇવિંગ લાઈસન્સ અને આરસી બન્નેનું રૂપ-રંગ બદલાઇ જશે.

કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો:
નાણામંત્રી નિર્મલા સીતારમણે ભારતીય કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાની જાહેરાત કરી છે. તેથી 1લી ઓક્ટોબરથી કોર્પોરેટ ટેક્સ 30 ટકાથી ઘટીને 22 ટકા થઈ જશે. આ સિવાય સરકારી કર્મચારીઓના પેન્શન પોલિસીમાં પણ ફેરફાર 1લી ઓક્ટોબરથી થશે. ઉપરાંત 2 ઓક્ટોબરથી સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પણ પ્રતિબંધ લાગી જશે. અગાઉ ભારતીય કંપનીઓને 30 ટકા ટેક્સ સિવાય અલગથી સરચાર્જ આપવો પડતો હતો, જ્યારે વિદેશી કંપનીઓને 40 ટકા ટેક્સ આપવો પડતો હતો. નાણામંત્રીની આ જાહેરાત પ્રમાણે, 1 ઓક્ટોબર પછી સેટઅપ કરવામાં આવેલા મેન્યુફેક્ચરિંગ કંપનીઓની પાસે 15 ટકા ટેક્સ ભરવાનો વિકલ્પ હશે. ત્યારબાદ આ કંપનીઓ પર સરચાર્જ અને ટેક્સ સહિત કુલ ચાર્જ 17.01 ટકા થઇ જશે.

આ ચીજો પર વધ્યો GST
રેલગાડીમાં મુસાફરી અને વેગન પર GSTના દરોમાં 5 ટકાથી વધારી 12 કરવામાં આવી છે. પેય પર્દાર્શો પર જીએસટીના વર્તમાન 18 ટકાના બદલે 28 ટકાના દરથી ટેક્સ અને 12 ટકાનો વધારાનો સેન્સ લગાવવામાં આવ્યો છે.

પ્લાસ્ટિક બેન
2 ઓક્ટોબરથી સરકાર પ્લાસ્ટિકમાંથી બનેલ વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ સાથે જોડાયેલ અભિયાન શરૂ કરશે. દેશભરમાં પ્લાસ્ટિકથી બનેલા બેગ, કપ અને સ્ટ્રૉ પર સરકાર પ્રતિબંધ (Plastic Ban) લગાવવાની તૈયારી કરી રહ્યું છે. 2 ઓક્ટોબરે મોદી સરકાર પ્લાસ્ટિકથી બનેલા 6પ્રોડક્ટ્સના ઉપયોગ પર પ્રતિબંધ સાથે જોડાયેલા અભિયાન શરૂ કરશે. ભારતમાં વધતા પૉલ્યૂશનને ખતમ કરવા માટે સિંગલ યૂઝ પ્લાસ્ટિકને પ્રતિબંધ કરવું ખુબ જ જરૂરી છે. સરકારના આ કદમથી સામાન્ય લોકો માટે ઘણા નવા બિઝનેસ શરૂ કરવાનો ઓપ્શન્સ ખુલશે.

ફડિંગ વિરુદ્ધ શેયર ટ્રાન્સફર પર રોક
ફંડિંગ વિરુદ્ધ શેયર ટ્રાન્સફર પર રોક અમુક પ્રોમોટર્સ પોતાની ફંડિંગના એનબીએફસીની પાસે પોતાના શેયર તેમના ડિમેટમાં ટ્રાન્સફર કરીને ફંડિંગ લઇ લેતા હતા. પરંતુ આજથી તે નહીં થાય. કારણ કે સેબીએ ફંડિંગ વિરુદ્ધ શેયર ટ્રાન્સફર પર રોક લગાવી છે, જે 1 ઓક્ટોબરથી લાગૂ થશે.

પેન્શન પૉલિસીમાં થયો ફેરફાર
મોદી સરકારે કર્મચારીઓને ખ્યાલ રાખતા વધુ એક નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ કોઇ કર્મચારીની સર્વિસને 7 વર્ષ પરા થઇ ગયા હોય અને તેનુંSBI મફતમાં આપશે આ ચીજવસ્તુઓ

પહેલા સૌથી મોટો ફેરફાર મંથલી એવરેજ બેલેન્સ (MAB)ને લઇને થનાર છે. એસબીઆઈના બેંક એકાઉન્ટમાં મંથલી એવરેજ બેલેન્સ મેન્ટેન નહીં રાખો તો લેવાતા ચાર્જમાં ઘટાડો થનાર છે. આ ઘટાડો લગભગ 80 ટકા સુધીનો હોઇ શકે છે. અત્યારે તમારા બેંક એકાઉન્ટમાં જો મેટ્રો સિટી અને શહેરી વિસ્તારની બ્રાન્ચમાં છે, તો તમારા ખાતામાં એવરેજ મંથલી એવરેજ બેલેન્સ ક્રમશ, 5000 રૂપિયા અને 3000 રૂપિયા રાખવા અનિવાર્ય છે. મૃત્યું થઇ જાય છે તો તેના પરિવારજનોને વધેલા પેન્શનનો ફાયદો મળશે. મોદી સરકારે તેના માટે નોટિફિકેશન જાહેર કરી દીધું છે. તમને જણાવી દઇએ કે, અત્યાર સુધી આવી સ્થિતિમાં છેલ્લા પગારના 50 ટકાના હિસાબથી પેન્શન મળતું હતું, પરંતુ હવે 7 વર્ષથી ઓછી સર્વિસમાં પણ કર્મચારીનું મૃત્યું થશે તો પરિવાર વધેલા પેન્શન માટે એલિજિબલ હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here