ઓખા હરણ કડવું 63 થી 75 | okha haran

0
328

કડવું – ૬૩ મું.        રાગ-રામલકી -મધુરે સાદે રે હો, ઓખા રૂવે માળિયુ રે હો; બાઈ મારા પિયુને લઈ જાય, સખી મારી થકી નવ ખમાય; હમણાં કોઈ કહેશે રે હે પિયુજીને મારિયા રે. ૧. બાઈ મારા પેલા ભવનાં પાપ, બાઈ મારો આવડો શો સંતાપ; શે નથી મરતો પાપી બાપ, માથેથી આભ તુટે રે હો, પડજો સગા બાપને માથે રે. ૨. હાં રે મારા કંથની કોમળ કાય, એવા એવા માર તે કેમ ખમાય; ઓ પેલા દુષ્ટને ના મળે દયાય, રંડાપણ આવ્યું રે હો, બાળપણા વેશમાં રે. ૩.

  કડવું -૬૪ મું.        ચાલ-ચિત્રલેખા કહે બાઈ શાને રહે છે, તારા કંથની નહિં થાય હાણ; જઈને હું સમજાવું છું રે, નહિ લે તેના પ્રાણ. ૧. ચિત્રલેખા આવી ઉભી રહી, જ્યાં પોતાનો તાત, સાંભળો પિતા વિનંતી કહેશો સમજાવી અહીં વાત. ૨. એ છે મોટાનો કુંવર તે, તમે જોઈને છેદશો શીશ; માથા ઉપર શત્રુ થશે, હળધર ને જગદીશ. ૩. એને વડવે બળી પાતાળે ચાંપ્યો, એવાં છે કામ, વગર વિચારે મારશો તો, ખોશો ઘરને ગામ. ૪. પ્રધાને જઈને કહ્યું, બાણાસુર ભુપાળ; રાજા રખે તેને મારતા, એ છે મોટાનો બાળ.

૫. પરણી કન્યા કોઈ પરણે નહિ, માથે રહેશે આળ; લોકમાં કહેવાશે જમાઈ માર્યો, એવી દેશે ગાળ. ૬. માટે ઘાલો કારાગૃહમાં, હાથે ન કીજીએ ઘાત; એકલે દશ લાખ માર્યા, તે મોટી કીધી વાત. ૭. પછી વજ કોટડીમાં, બેસાડ્યો એ તન; સરપે એને વીંટીઓ રે, કર્યો ફરતો અગન. ૮. તે પુંઠે જળની ખાઈઓ ખોદી, મેલ્યા બહુ રખવાળ; સરપ કેરા ઝેરથી, પ્રજ્ળવા લાગ્યો બાળ. ૯. અનિરૂદ્ધને બંધન કરીને, વિંટ્યા બહુ સર્પ; કામકુંવરને બાંધિયો, પછી ગરજીઓ છે નૃપ. ૧૦.

વલણ- નૃપ ગાજ્યો મેઘની પેરે, ઉતરાવી ઓખાય રે; અનિરૂદ્ધને બંધન કરી; બાણાસુર મંદિરમાં જાય. ૧૧.

   કડવું – ૬૫ મું.       રાગ -સામગ્રી -બાણે બંનેને બાંધિયા નૌતમ નર ને નાર; અનિરૂદ્ધ રાખ્યો મુખ આગળે, ગુપ્ત રાખી કુમાર. બાણે બંનેને બાંધિયાં. ૧. ચૌટામાં ચોર જણાવિયો. ઢાંક્યો વ્યભિચાર; ઓખા છાની મંદિરે મોકલી, રાખ્યો કુળનો તે ભાર. ૨. લક્ષણવંતો હીંડે લહેકતો બહેકતો બહુ અવાસ; દૈત્યનું દળ તે પુંઠે ભમે ઘેરી હીંડે તે દાસ. ૩. એક પેચ છુટ્યો પાઘડી તણો, તે આવ્યો પાઘ પ્રમાણ, ચોરે તે મોર જ મારિયો, તેના કરે લોક વખાણ.

૪. ઓખા ફરીને વર જો પરણશે તો, ભૂલશે ભવ ભરથાર; તે સ્વામીથી શું સુખ પામશે, લીધું એણે અમૃત સાર. ૫. કો કહે  એમાં દૈવત દીસે ખરૂં, રૂપવંતો રસાળ; કટાક્ષમાં કામની મોહી પડે, એવી માયા મોહજાળ. ૬. તેની ભુલવણી ભ્રકુટી તણી, ભુલી પડે તે નાર, કુંવારી કન્યાને કામણ કરે, સંતાડે સર્વ કુમાર. ૭. સખી પ્રત્યે સખી ઓચરી, દેખી અંગ ઉન્માદ; બાંધ્યો જુવે છે આપણા ભણી, એને છે એવી ટેવ. ૮. ચાર માસ આશા પહોંચી, ઘણો લાગ્યો સ્નેહ વિવાદ; માળિયે સુખ પામ્યો ઘણું, પછી લાગ્યો લોક અપવાદ. ૮.

વલણ – લાગ્યો, લોકોપવાદ પણ, પામ્યો દેવ કન્યાય રે, પછી બાણાસુરે અનિરૂદ્ધને, રાખ્યો ઓખા ઘરમાંય રે. ૧૦.

 કડવું-૬૬ મું.       રાગ-ધવળ ધનાશ્રી – શુકદેવ કહે છે પરિક્ષીતને, તમે સાંભળો હું કહું એક વાતજી; કૃષ્ણ કુંવરને બાંધી રાખ્યો, ઓખાના ઘરમાંયજી. ૧. નાનાં વિધનાં બંધન કીધાં, કાઢી ન શકે શ્વાસજી; એક એકના મુખ ખેખી દામણા, થાય ઉદાસજી.૨. બાણમતી બાણાસુરની રાણી,  જળ ભરે ચક્ષુજી; પુત્રી જમાઈ ભૂખ્યાં જાણી; છાંનું મોકલે ભક્ષજી. ૩. કષ્ટ દેખી નાથનું ઓખા, નયણે ભરે છે નીરજી; અનિરૂદ્ધ આપ બળે કરીને ઓખાને દે છે ધીરજજી. ૪. આદરૂં તો અસુર દળને, ત્રેવડું તૃણ માત્રજી; શોભા રાખવી સ્વસુરની તો, હું એ બંધાયો છું ગોત્રજી.

૫. આગમાં ઊંઠું તો શીઘ્ર છુંટું; દળં દાનવ જુથજી; શું કરું જો સ્વસુર પક્ષમાં, રાખવું છે સુખજી. ૬. આકાશ અવની એક થાશે, એવો નિપજશે ધંધજી; અગ્નિ કેરી જ્વાળા ધુમ્રમાં, અસુરો થાશે અંધજી. ૭. સહાયે થાશે શામળિયો સબળો, છુટશે બંધજી; કૃષ્ણ આવી બાણાસુરના, છેદશે સઘળા સ્કંધજી. ૮. મારા સમ જો સુંદરી તમે, ઝાંખો કરો મુખ ચંદ્રજી; બંધનથી દુ:ખ દે છે ઘણું તારી આંખના અશ્રુબિંદુજી. ૯. એમ આસના વાસના કરીને, રાખ્યું ઓખાનું મનજી; ત્યાર પછી ત્યાં શું થયું, તે સાંભળો રાજનજી. ૧૦. પછી ભવાનીનું સ્મરણ કરીને બાળક લાગ્યો પાયજી, ભગવતી ભવતારાણી, આવી કરજે સહાયજી. ૧૧.

ચાલ- માં તું બ્રહ્માણી, તું ઈંદ્રાણી, તું કૃષ્ણા; સ્થાવર જંગમ સચરાચર, મૃગ ઉપર જેમ તૃષ્ણા. ૧. દૈત્યને પાતાળ ચાંપ્યો રક્તબીજને રણે રોળ્યા; શુંભ નિશુંભ મહિષાસુર માર્યો, ચંડમુંડ ઢંઢોળ્યા. ૨. ધમ્ર લોચનને હાથે હણિયો, મધુકૈટવને માર્યા, અનેક રૂપ ધર્યા તેં અંબા, સુરીનર પાર ઉતાર્યા. ૩. હીંગરાજ, હીંગોળી માતા, કોઈલાપુર તે કાળી; આદ્ય ઈશ્વરી તું છે અંબા, શંખલપુર બહુચરવાળી. ૪. નગરકોટની તું સીંધવાઈ, બગલામુખી લાગું પાય; રાણી રૂડી ઊંટવાળી માતા, બિરાજતી દક્ષિણમાંય.

૫. અન્નપૂર્ણા, ભૈરવી, ત્રિપુરા, રેણુકા, છત્રસંગી; રાજેશ્વરી ચામુંડા માત; દુ:ખહરિણી માતંગી. ૬. એવી રીતે સ્મરણ કીધું, તતક્ષણ ભવાની આવી; અનિરૂદ્ધને માયે કહ્યું, તેં બાળક કેમ બોલાવી ? ૭. અનિરૂદ્ધ કહે સાંભળો માતા, મારું દુ:ખ નવ કહ્યું જાય; સરપ કેરા ઝેરથી, મારી ઘણી બળે છે કાય. ૮. ભવાનીએ પ્રસન્ન થઈને, ઝેર કર્યું સરવે નાશ; પછી અંતરધ્યાન થયાં માત, બાળકની પહોંચી આશા. ૯. એવામાં નારદ આવ્યા. બ્રહ્માના કુમાર; જુવે તો કારાગ્રહમાં, અનિરૂદ્ધ વરસાવે જળધાર. ૧૦. નારદ કહે અનિરૂદ્ધને, મારૂં સંકટ કાપો; રૂડી વહુ તમે પરણ્યા, માટે મુજને દક્ષિણા આપો.

૧૧. તમે દક્ષિણાની પડીને, જાય મારા પ્રાણ; શરીર ધ્રુજે અતિ ઘણું ને, બોલી ન શકે વાણ. ૧૨. શીદ બીહે પરાક્રમી તું, બોલ્ય મુજ સંગાથ; બાણાસુરની વર્યો પુત્રી તે, થઈ પૃથ્વીમાં પ્રખ્યાત. ૧૩. દિપાવ્યો વંશ વાસુદેવનો, બંધાયે લાંછન શું ય; કાલે માધવને મોકલું. દ્વારકામાં જાઉં છું હુંય. ૧૪. ઉંડાણમાં તે આભ ઘાલ્યું, અંતરમાં શે ન ફુલે, ઘોડે ચડે તે પડે પૃથ્વી પરે; ભણે તે નર ભુલે. ૧૫. વલણ – અંતર શે ન ફુલ્યો જોદ્ધા, મુકવશે ભગવાન રે; અનિરૂદ્ધની આજ્ઞા લઈ, ઋષિ થયા અંતરધ્યાન રે. ૧૬.

    કડવું -૬૭ મું.       રાગ – બિહાગડો – દયા ના આવે પેલા દૈત્યપતિને, મહાબળિયો દુરમત્યજી; બાકરી બાંધી દ્વીજવર સાથે, વેર વધાર્યું સત્યજી, દયા ન આવે. ૧. પાતળિયા પંકજ મુખ પિયુજીને, નાગપાશના બંધન; બાંધી લીધો બળે કરીને, કોમળરૂપે કંથજી. ૨. ધાજો રે ધરણીધર શ્રીવર, આપદા પામે નાથજી; પુત્ર ઉપર પ્રહાર જ કરે છે, દૈત્યનો નાથજી. ૩. ભારે દળ કૌભાંડે મેલ્યું, વકાર્યો બળિયો વીરજી; તોય એ રણથી નવ ઓસરિયો, સાગરનું જેમ નીરજી. ૪. ભેદ કરીને બાંધી લીધો, નાગપાશના બંધજી, શ્વાસ ન માયે બહુ અકળાયે, અંગજી.

૫. તાપ સમાય નહિ સ્વામીને, કહું દેહનો પાતજી; વાર લાગે લક્ષ્મીવર તમને તો થાશે મહા ઉત્પાતજી. ૬. કોમળ મુખ શ્રમથી સુકાયું, કન્યા કરે આક્રંદજી; અનિરૂદ્ધ સમરે શામળિયાને, કમળાવર ગોવિંદજી. ત્રાહે ત્રાહે રે ત્રિકમજી, સુતની કરજો સહાયજી; વિપદ વેળા વારે ચડીને, કરો ભક્તની રક્ષાયજી; ૮. ગજગ્રાહથી મુક્ત પમાડ્યો, કીધી હરીશ્ચંદ્રની રક્ષાયજી; દાનવકુળ નિકંદન કીધાં, કીધી પ્રહલાદની સહાયજી. ૯. આજ આંખેથી આંસુદા ચાલે, જાશે મારા પ્રાણજી; સુખ શરીરે શાતા નહિ, અંગે લાગ્યો દવ નિવારણજી;

?ઓખાહરણના સંપૂર્ણ વિડીયો જોવા ?અહીં ક્લિક કરો
?ઓખાહરણ । okhaharan । કડવું 1 to 11 । ઓખાહરણ ની વાર્તા । ચૈત્ર માસમાં અચૂક સાંભડજો

?https://youtu.be/6q4RfTn7_6Y
okha haran | part 2 | કડવું 12 થી 22 । ઓખા હરણ

okha Haram | kadavu 23 to 40 | ઓખા હરણ ભાગ -3

ઓખાહરણ કડવું 41 થી 53 | part 4 |okhaharan | નવલકથા

?ઓખાહરણનુ લખાણ વાચવા અહી ક્લિક કરો ?

?ઓખાહરણ કડવું 1 થી 11 | okhaharan

ઓખાહરણ કડવું 1 થી 11 | okhaharan

?ઓખાહરણ કડવું 12 થી 22 | okha haran?
https://gujaratistory.in/okhahara

? ઓખાહરણ કડવું 23 થી 33 | okhaharan ?

ઓખાહરણ કડવું 23 થી 33 | okhaharan

ઓખા હરણ કડવું 34 to 56


ઓખા હરણ કડવું 34 to 54

૧૦. મનસા વાચાએ વર કર્યો, અવર તે મિથ્યા જાણજી; રૂપે અને ગુણવંતો સ્વામી, સત્ય કહું છું વાણજી. ૧૧. તાત કઠોર દગા નહી હ્રદીયે, કોમળ મારા કંથજી; પ્રહાર કરીને બાંધી લીધો, શ્રી હરિ વળજો પંથજી. ૧૨. કોણ સહોદર આવે અવસર; શોધ કરવાને જાયજી; તાત ભ્રાતને જાણ નહિ, ને કોણ ઊડીને ધાયજી. ૧૩. પિતા પિયુજીને વેરી રે દેખે, દુ:ખ દે છે બહુ પેરજી; નાગ તણા ફુંફાડા હળાહળ, ફેરવી નાંખે ઝેરજી. ૧૪. હળાહળ અંગે અગ્નિ ઊઠ્યો, કંઠે પડ્યો શોષજી; પૂર્વ તણાં કર્મ આવી નડિયાં, કોને દીજે દોષજી. ૧૫. પતિ પીડાએ કાયા પાંડુ, વિખ ખાઉં આ વારજી; સ્નેહ ન જાણે રે કોઈ મનનો, સહુ પીડે ભરથારજી.

૧૬. તાત તણે મન કોઈ નહિ, મુને સબળો લાગે સ્નેહજી; છોરૂં પોતાના જાણી કીજે દયાળ, ન દીજે છેહજી. ૧૭. બાણાસુર મહાપુરૂષ જ્ઞાતા, જેથી ચુક ન થાયજી; બાળક ઉપર હાથ શો કરવો, જદાપિ હોય અન્યાયજી. ૧૮. વહાલો થઈને વેર જ વાળે, શું નથી આવતી લાજજી, નીચ પદાર્થ, નથી કુળ નીચું, કૃષ્ણ કુંવર મહારાજજી. ૧૯. નીચું નાક ન હોય એથી, નિરર્થક શો સંગ્રામજી. મોટા સાથે વિરોધ ન કરીએ, નહિ નિર્બળ હળધર શામજી.

૨૦. સકળ પૃથ્વી સાકે ચઢાવી, અસુરનો ફેડ્યો ઠામજી, વેર વધારી વિઠ્ઠલ સાથે, કયા કરશો સંગ્રામજી, ૨૧. જુ્દ્ધ સમે આકાશે રહીને, જવે છે નારદ દેવજી; ભય મા આણીશ અમે જાશું દ્વારામતીને, જુદ્ધ કરીશું તત ખેવજી. ૨૨. નિર્ભયા કરી વીણાધર ગયા પરવરિયા આકાશજી, પહોંચી દ્વારિકા ઉતરી હેઠા, ભેટ્યા શ્રી અવિનાશજી. ૨૩. વલણ-ભેટ્યા શ્રી અવિનાશને કુશળ વાર્તા પૂછી વળી; કહે નારદ અનિરૂદ્ધ રાખ્યો કારાગ્રહમાં દૈત્યે મળી રે. ૨૪.

     કડવું-૬૮ મું.       રાગ- ધનાશ્રી- શુકદેવ કહે પરિક્ષીતને, બાંધ્યા તે જાદવ ઓધજી, હવે દ્વારિકાની કહું કથા, જાદવ કરે શોધાશોધજી. ૧. હીંટોળા સહિત કુંવર હરીઓ, છોડી ગયું કોઈ દોરીજી; હાહાકાર થયો પૂર મધ્યે, અનિરૂદ્ધની થઈ ચોરીજી. ૨. અતિ અતિ આક્રંદ કરે છે, મળ્યું વનિતાનું વૃંદજી, રુકમણી, રોહિણી, દેવકી, સરવે કરે આક્રંદજી. ૩. જાદવ કહેછે માધવને, શું બેઠા સ્વામીજી, વિચાર કરી વિલંબ ન કીજે, કુળને આવી ખામીજી. ૪. વસુદેવ કહે શામળાને, શું બેઠા છો ભુપજી; વિચારો ક્યાં જળમાં બુડ્યો; ક્યાં ગયો કુંવર અનુપજી.

૫. ઉગ્રસેન કહે અચરજ મોટું, કોણે હર્યો હીંડોળાજી; દેવ દૈત્ય રાક્ષસનું કારણ, તે ખપે કરીને ખોળો જી. ૬. જાદવને જદુનાથ કહે છે, ભાઈ શાને કરો છો શ્રમજી, ગોત્રદેવીનું ગમતું થાશે, કુંવર હરાયાનું કર્મજી. ૭. અગિયાર વરસ ગોકુળ સેવ્યું, મામાજીને ત્રાસેજી; પ્રદ્યુમનને શંખ હરી ગયો, આવ્યો સોળમે વરસેજી. ૮. તેમ અનિરૂદ્ધ આવશે, સાચવશે કુળદેવીજી; કૃષ્ણે કુંટુંબને રોતું રાખ્યું, આશા દીધી એવીજી. ૯. પાંચ માસ વહી ગયા ને, જાદવ છે મહા દુ:ખીજી; શોણિતપુરથી કૃષ્ણ સભામાં આવ્યા નારદ ઋષિજી.

૧૬. નારદ કહે છે હું શું જાણું, તમ રહો સાગર બેટજી; જેને ઝાઝા દિકરા, તેને દેવની વેઠજી. ૧૭. ત્યારે ભગવાન કહે છે નારદને, પુત્ર વિના કેમ રહેવાશેજી; ત્યારે નારદ કહે છે, પ્રશ્નમાં, આવશે એવું કહેવાશેજી. ૧૮. પછી આસન વાળી દીધી તાળ, નાક ઝાલ્યું મુન્યજી; વેઢા ગણીને નારદ કહે છે, સાંભળો જુગજીવનજી. ૧૯. તમારા પુત્રનું એક નારીએ, કર્યું છે હરણજી, ત્યારે હરિ કહે દ્વારિકામાં, આવે તે તો પામે મરણજી. ૨૦. નારદ કહે છે સુણો શામળા, સંભળાવું એક વાતજી, મારી એવી પ્રતિજ્ઞા છે, જુંઠ્ઠું ન બોલું જાતજી. ૨૧. શોણિતપુર એક નગર છે, તેમાં બાણાસુરનું રાજજી; પ્રસંગે હું ત્યાં ગયો તો, મારે કંઈ એક કાજજી.૧૦. હરિ સાથે જાદવ થયા ઊભા, માન મુનિને દીધું જી; આનંદે આસન આપ્યું ને, ભાવે પૂજન કીધુંજી. ૧૧. નારદની પૂજા કરીને હરિએ કર્યા પ્રણામજી; કહો મુનિવરજી ક્યાંથી પધાર્યા, અમ સરખું કોઈ કામજી. ૧૨. કર જોડી નારદ કહે છે, સાંભળો જગજીવનજી; પુત્ર તમારા સર્વનું મારે કરવું છે દર્શનજી. ૧૩. મારા જોતાં પુત્ર સર્વને સાથે તેડાવોજી, એક લાખને એકસઠ હજાર, એ સૌ આગળ આવોજી.૧૪ સર્વે પુત્રના સામું જોઈને, પુછે છે નારદ મુનિજી; આટલામાં નથી દીસતો, પ્રદ્યુમનનો તનજી. ૧૫. ભગવાન કહે છે નારદજીને, કંઈ તમે જાણો છો ભાળજી, ઘરમાંથી જતો રહ્યો છે, પ્રદ્યુમનનો બાળજી.

૨૨. રાજા બાણની પુત્રી ઓખા તેને હતું સ્વપ્ન જી, અનિરૂદ્ધ સહેજે વરી ગયો, તેનું વિહવળ થયું મનજી. ૨૩. ચિત્રલેખા ચતુર નારી, વિધાત્રીનો અવતારજી; તે આવી દ્વારિકામાં, પછી મન કર્યો વિચારજી. ૨૪. કઠણ કામ કરવું છે મારે એકલડાનું નહિ કામજી, મારું તેણે ધ્યાન ધરિયું, હું આવ્યો તેણે ઠામજી. ૨૫. મેં તો તામસી વિદ્યા ભણાવી, ઊંઘ્યું બધું ગામજી. અનિરૂદ્ધને લઈ તે ગઈને, ઓખાનું થયું કામજી.૨૬. કઈ પેરે તે લઈ જાયે એમ બોલ્યા શ્રી જગદીશજી; ચક્ર મારું ઊંઘે નહિ ને, છેદી નાખે શીશજી. ૨૭. ચક્રનો વાક નથી ને એ, નિસર્યું હતું ફરવાજી; અમ સરખા સાધુ મળ્યા, તેણે બેસાડ્યું વાતો કરવાજી. ૨૮. ભગવાન કહે છે શાબાશ નારદિયા, એવાં તારાં કામજી; માથા ઉપર ઊભો રહીને, ભલું કરાવ્યું કામજી.

૨૯. નારદ કહે છે કૃષ્ણજીને, મેં નથી કર્યો અન્યાયજી; જોયા પછી તમે જાણશો, ધણી ફુટડી છે કન્યાયજી. ૩૦. ભલી રે કન્યાય, ભલી રે વહુ તમે ભલો કર્યો વિચારજી; હમણાં મારા પુત્રના ત્યાં શા છે સમાચારજી. ૩૧. મહારાજ જેણે ભોગવી છે બાણાસુરની બાળજી, દસ લાખ દૈત્યનો એકીવારે, પુત્રે આણ્યો કાળજી. ૩૨. શિવનો વર સાચો કરીને, ગયો અસુરનો હાથ જી; હમણાં તમારા પુત્રની ઘણી દુ:ખની છે વાત જી. ૩૩. ઊંધે મસ્તક બાંધ્યો છે ને, તળે લગાડ્યો અગનજી; લીલા વાંસનો માર પડે છે, ભાગ્ય હશે તો જીવશે તન. ૩૪. વાત સાંભળી વધામણીનાં વગડાવ્યાં નિશાનજી; શામળા તત્પર થાવો હવે, જીતવો છે બાણજી. ૩૫. તે માટે તમને કહું છું વિઠ્ઠલજી, વહેલા તમો ધાઓ જી; જો પુત્રનો ખપ કરો તો, શોણિતપુરમાં જાઓજી. ૩૬.

કડવું- ૬૯ મું.        રાગ-સારંગ-કમળા તો કલ્પાંત કરે છે, હૈડે તે ઊઠી જ્વાળા જો. મારો કુંવર કારાગ્રહમાં બાંધિયો રે. મારાને પાઘડી બાંધતા ન આવડે રે; મારો અનિરૂદ્ધ નાનેરું બાળ જો. ૧. રૂક્ષ્મણીએ કૃષ્ણ તેડાવિયા રે, તમો સાંભળો દિનાનાથ જો; અનિરૂદ્ધ બોલી નથી જાણતો રે, તે તો શું જાણે જુદ્ધ કેરી વાત જો, હિંડતાં ચાલતાં અથડાઈ પડે રે, અનિરૂદ્ધ નાનેરું બાળ જો. ૩ મારાને નિશાળે ભણવા નથી મોકલ્યો રે, નથી સહ્યો અધ્યાપકનો માર જો; પ્રભુએ અમને પુરૂષ ન સરજાવિયા રે, તો પહેલા વઢવા જાત જો, ભગવાન કહે છે ગરૂડને રે, તમે એકલો સહેશો ભાર જો.

૫. તમો છપ્પન કોટિ જાદવ જેટલા રે, તે તો સર્વે થાઓ અસવાર જો; તમે સાંભળો, કૃષ્ણ કોડામણા રે; મારી અંગ તણા રખેવાળ જો. ૬. મુજ ઉપર ચડે બધી દ્વારિકારે, તો એ મુજને ન આવે આંચ જો; છયાસી જોજનની મારી પંખના રે; ત્રણ જોજનની મારી ચાંચ જો; ૭. પછી ગરૂડે ચઢીને ગોવિંદ પરવર્યા રે; ત્યારે ગડગડિયા નિશાન જો; પંખના વાગી જ્યારે ગરૂડની રે, ત્યારે નાસી ગયા સર્વે સરપ જો. ૮. મારા કુંવરને છોડાવવાને, આવી પહોંચયા સારંગપાણ જો. શ્રીકૃષ્ણ વાડીમાં ઉતર્યા, તેનાં કોણ કરે રે વખાણ જો. ૯. વલણ- કૃષ્ણ વાડીમાં ઉતર્યા, માંગ્યું રાયનું વન રે, ગરૂડને આજ્ઞા આપી મૂકાવી લાવો તન રે. ૧૦.

   કડવું- ૭૦ મું.        રાગ – ઢાળ ગરૂડ ત્યાંથી પરવર્યો, એક નદી આવી અશેષ; તેણે ચાંચ બોળી પાણી પીધું વિશેષ. ૧. ત્યાંથી આઘેરો પરવર્યો જ્યાં ધગધગતા અંગાર; પાણી પેલું પીધું તે, ઠાલવ્યું તે ઠાર. ૨. ત્યાંથી આઘેરો પરવર્યો જ્યાં ભૂત ને પ્રેત; પાંખે મારી પાડિયા, કીધાં સર્વે અચેત. ૩. ત્યાંથી આઘેરો ચાલીઓ, કુંવરને કોટે નાગ; નાના ને આખા ગળ્યા, મોટાના કર્યા બે ભાગ, ૪. ભલું થજો ભગવાન તમારું, પુરણ પામ્યો આહાર; કુંવરને મુકાવી લાવ્યો, જ્યાં છે જુગત આધાર. ૫. ઓધવ ને અક્રુર હસીઆ, ભલા કૃષ્ણના તન; તમે આવ્યા પરણવાને, ન અમને લાવ્યા સંગ. ૬.

કડવું -૭૧ મું.         રાગ ઢાળ- આણી વાતે કુંવર મારા, શરમાણા નવ થઈએ, મારી વાતો તુજને કહું રાખ તારે હૈયે. ૧. કુબજા પેલી રાંટી, ટુંડી, કંસરાયની દાસ; મારા મનમાં ગમતી તે ગમી, બેસાડી રાખી આવાસ. ૨. નરકાસુરને મારીને, સોળ હજાર લાવ્યો તરૂણી; તારા સમજો એમાં મુજને; એકે નથી પરણી. ૩. તારી માને જઈને લાવ્યો, બાંધવને બંધાવી; જાંબુવતી રીંછડી, તેને, માનીતિ કહી બોલાવી. ૪. તું મારો દીકરો, ધન્ય તારી માનું પેટ; બીજા સર્વે દીકરા તે, દેવ કેરી વેઠ.

૫. આપણાં કુળમાં ચાલ્યું આવ્યું, શરમાણા નવ થઈએ; રૂડી નારી દેખીએ તો હરણ કરી જઈએ. ૬. ઓધવને અક્રુર બે હસિયા ખડખડ કાઢ્યા દાંત, રૂડી શિખામણ છોકરાને, દ્યો છો જાદવનાથ. ૭. આવી શિખામણ અમારા છોકરાને, જો દેશો તમે શ્યામ, તો તો પડશે મુકવું, જરૂર દ્વારકા ગામ રે. ૮.

    કડવું-૭૨ મું.        રાગ જેજેવંતી- શ્રીકૃષ્ણે જાદવ મોકલ્યો શોણિતપુરમાં જાય, જઈને કહેજો બાણાસુરને, પરણાવો કન્યાય. ૧. હોંશે હોય તો જુદ્ધે આવો, તેમાં નથી અમારી નાય; જાદવ ત્યાંથી સંચર્યો, આવ્યો અસુર સભાની માય. ૨. સાંભળને રાજા વિનંતી; આવ્યા છે વૈકુંઠનાથ; દીકરી પરણાવી ચરણે લાગો, નહિ તો જુદ્ધ કરો અમ સાથ. ૩. બાણાસુરને મહાદુ:ખ લાગ્યું, નેત્રે વરસી અગન; નીચ જાદવને જોઈએ મારી, કુળવંતી તન. ૪. ચાલ- એ ભરવાડો, એ પીંઢારો, ગોકુળમાં ચારી ગાય; માર્યા વિના મુકું નહિ, થનાર હોય તે થાય. ૫. સેના લઈને રાજા ચાલ્યો, જોદ્ધાનો નહિ પાર; હસ્તીઘોડાને સુખપાલો, બાંધ્યા બહુ હથિયાર.

૬. ખડગ ખાંડા ને તંબુર ઝોર, ગોળા હાથને નાળ; ત્રિશુળ સાંગ ને મુગદર ફરસી, તોમરને ભીંડીમાળ. ૭. લાલ લોહમય ઝળકે હાથે ધરી તલવાર, જોદ્ધા જોર કરતા આવ્યા, ને કરતા મારો માર. ૮. કો જોજન, બે જોજન ઊંચા, કોને સમ ખાવા નહિ શીશ; વિકરાળ દંત દેખાડીને, વળી પાડે ચીસ. ૯. બુમરાણ કરતા આવી પડીયા; જાદવની સેન્યા માંહ્ય, ગિરધારીને ઘેરી  લીધા, પડે સંગ્રામ સહુ સૈન્યા કરે, આયુદ્ધ ધારા રહી વરસી.

૧૧. જગદીશે જાદવ હલકાર્યા, કર ધનુષ્ય બાણને તીર; તુટે કુંભ સ્થળ તુટે દંતશૂળ, ચાલે નીર રૂધિર, ૧૨. બહુ ભડ ત્યાં પડવા લાગ્યા, ભુંગળને ભડાકે; વાંકડી તલવારો મારે, ખડકને ઝાટકે. ૧૩. તુટે પાખર ને બખ્તર; કીધો કચ્ચરઘાણ; સર્વ જોદ્ધાઓને મારી કરીને, પાછા વળ્યા ભગવાન. ૧૪.

વલણ- પૂરણ પુરૂષોત્તમ પાછા વળ્યા, કરી અસુરનો નાશ રે; સૈન્યમાં આવી કરીને, શંખનો કર્યો નાદ રે. ૧૫.

 કડવું-૭૩ મું.        રાગ મારૂ -શંખ શબ્દ તે વિકરાળ રિપુ દૈત્યને વિદારનાર; કૃષ્ણ આવ્યા તે જાણ જ થયું, બાણ પરાક્રમ તે ક્યાં ગયું. ૧. અનિરૂદ્ધ કહે સુણ સુંદરી, શંખ જણાયો આવ્યા હરિ, છુટ્યા બંધ તે આજ થકી, ઓ ગાજે હળધર સાત્યકી. ૨. બોલે પ્રદ્યુમન મોટે સ્વરે, બાણ હાથ છેદાય ખરે; ગોવિંદની ગત્ય ન જાએ કળી, જાદવ સેના આવી મળી. ૩. જાદવ સૈન્યાએ ચાંપ્યો દેશ, મંત્રી કહે ઊઠો નરેશ, અનુચર આવ્યો તે લાવ્યો વાત, કહે દ્વાર દિસે ઉત્પાત. ૪. મંત્રીને કરી નેત્રની સંજ્ઞા, જઈ સેનાને આપો આજ્ઞા; દુદુંભી નાના વિધ ગડગડે, આયુધ ધારીને યુદ્ધે ચઢે.

૫.ત્યાં નૃપ થયા તૈયાર, સેના સજી ટોપ જીવ રાખી ધરી ત્રિશુળને બખ્તર પાળ, ડચકારે ઘોડા દે ફાળ. ૬. મોરડે મણિ ફુંમતાં લટકે, પોતાના પડછાયા દેખી ભડકે; વાંદરા વાદે નાચતા, ઘુંટે ઊંટ ઘોડાને પાણી પંથા. ૭. કાબરોને કલંકી, કુમેદ લીલાને પંચરંગી; હાંસીઓ હણહણીઆ જેહ, કાળા પછી કાબરો તેહ. ૮. પીળા પાખેર પોપટ શ્વેત, વાયુ વેગે માંકડિયા કેતક; રથપાળા અસવાર અનંગ, દીર્ઘ દીસે અને કરડે દંત. ૯. પુરની પોળે સેના નવ માય, હણો જાદવ કહેતા જાય; ટોળાં ઉપર ટોળાં આવે, પગને પ્રહારે ધરતી ધ્રુજાવે.

૧૦. રીસે અંતરમાં હર ઘડે, રખે રાય બાણાસુર ચઢે; ઝટકારે બાણાસુર મલ્લ, પૃથ્વી થઈ જ્યાર ઉથલ. ૧૧. ગર્જના કીધી મુખથી ભૂપાળ, ખળભળ્યા ત્યારે સાત પાતાળ; બ્રહ્મલોક સુધી પહોંચ્યો નાદ, બાણે કૃષ્ણને દીધો સાદ. ૧૨. ગરૂડ આસન આવ્યો ખેપ કરી, નહિ જાવા દઉં કુશળો ફરી; ઉન્મત જાદવ ઉછાંછળા, સકળ સંસારે બહું આકળા. ૧૩. કુંવારી કન્યા કપટે વર્યો, બોલાવે શાપ થાય પધારો; કુડુંકરમ કીધું કુંવરે, વળી તું વઢવા આવ્યો ઉપરે.

૧૪. ત્યારે હસીને બોલ્યા ભગવાન, અમો લઈ આવ્યા છીએ જાન; જો વિધાતાએ કીધો સંબંધ; વરકન્યાના છોડો બંધ. ૧૫. ત્યારે બાણાસુર બોલ્યો તત્કાળ, સંબંધ શાનો રે ગોવાળ; એવી આપીશ પહેરામણી, સૌને મોકલીશ જમપુરી ભણી. ૧૬. બાણાસુર જ્યારે બોલ્યો વ્યંગ, ત્યારે કૃષ્ણ લીધું સારંગ; કડા ઝુડ બે કટકાં થયાં, ઉઘાડાં આયુધ કરમાં ગ્રહ્યા. ૧૭. ફરસી તલવાર, કો કહાડે માથેથી ભાર; ત્રિશુળ તોમર ગદા ત્રિશુળ, ગજર્યો હાથ ધરી મુશળ. ૧૮. છપ્પન કોડ જાદવ ગડગડે, દાનવ તૂટી પડે; દાનવ દળ બહુ પળાય, બાણાસુર દેખી અકળાય. ૧૯.

      કડવુ-૭૪ મું.            રાગ ઝુલણા છંદનો – અલ્યા જો પરો, જા નંદના છોકરા, વઢવાને અહીં તું શીદ આવ્યો, નીચ ગોવાળિયા જાત કહાવ્યો; તું તો મારી સાથ નહિ જાય ફાવ્યો. ૧. અલ્યા ગોકુળ માંહી ગાવલડી ચારતો, પનીહારી કેરાં તુ ચીર હરતો, હાથમાં લાકડી, ખાંધે હતી કામળી, મધુવન વિષે તું રે ફરતો. ૨. સાંગ શ્રી સૂર્ય તણી, તેજ ત્રિશુળ તણું, મારા હાથમાં તેહ ચળકે, મારે ક્રોધે કરી ડોલે છે દેવતા, ધરણી ધ્રુજે અને શેષ સળશે. ૩.

  કડવું- ૭૫ મું.         રાગ ઢાળ- એવી વાણી સાંભળતાં, કોપ્યા દીનદયાળ; બાણાસુરના હાથ છેદ્યા, સ્વામી શ્રી ગોપાળ. ૧. કોપ કરી કર પાઉ મેલ્યું, વળતું તેણી વાર, બે હાથ રહ્યા છે બાણાસુરના તેનો કહું વિસ્તાર. ૨. રૂધિર વહે છે બાણાસુરને, મન થયો નિરાશ; મહાદેવજીએ હાથ આપ્યા, માટે ગયો કૈલાસ. ૩. નારદ ચાલી આવિયા, જ્યાં બાણાસુરની માય; તારા કુંવરના હાથ વાઢ્યા, કહો વલે શી થાય ? ૪.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here