નિ:સહાય વૃદ્ધ વડિલો અને નિરાધાર વ્યક્તિઓને વિનામૂલ્યે ભોજન ઘેર બેઠા પૂરી પાડશે, કેવી રીતે?

0
199

મુખ્યમંત્રીશ્રીની સંવેદનસ્પર્શી વડીલ વંદના મહાનગરોમાં એકલા રહેતા-નિ:સહાય વૃદ્ધ વડિલો અને નિરાધાર વ્યક્તિઓને વિનામૂલ્યે ભોજન સેવા સ્વૈચ્છિક સેવા સંગઠનો ના સહયોગ થી સ્થાનિક સત્તા તંત્ર ઘેર બેઠા પૂરી પાડશ

આઠ મહાનગરોમાં આ માટે અધિકારીઓ નિયુક્ત કરાયા
-: જીવન આવશ્યક ચીજવસ્તુનો પુરવઠો પણ પહોચાડવામાં સહાય કરશે :- મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતીમાં રાજ્યના મહાનગરોમાં એકલા વસવાટ કરતા નિ:સહાય વૃદ્ધ વડિલો અને નિરાધાર વ્યક્તિઓને ઘેર બેઠા વિનામૂલ્યે ભોજન મળી રહે તેવી અનોખી માનવીય સંવેદના સાથે વડીલ વંદના કરી છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ નિર્ણય કર્યો છે કે રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરોમાં ઘરે એકલા રહેતા હોય અને ટિફિન મંગાવી ભોજન કરતા હોય તેવા નિ:સહાય વૃદ્ધ વડિલોને અને નિરાધાર વ્યક્તિઓ ને પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં ઘરે બેઠા વિનામૂલ્યે ભોજન સેવા આ મહાનગરોના શહેરી સત્તાતંત્ર જે તે નગરોની સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓના સહયોગથી પૂરી પાડવામાં આવશે.

આ હેતુસર સંબંધિત આઠ મહાનગરોમાં સંપર્ક સૂત્ર અધિકારીઓની સંકલન અને ભોજન વ્યવસ્થા માટે નિયુકિત પણ કરવામાં આવી છે. તદ્દઅનુસાર, અમદાવાદ-મહાનગરમાં શ્રી પ્રશાંત પંડયા હેલ્પ લાઇન નંબર- ૧૫૫૩૦૩, સુરત- શ્રી આર. સી. પટેલ–૯૮૨૪૩૪૫૫૬૦, વડોદરા-ક્રિષ્ણાબહેન સોલંકી–૦૨૬૫-૨૪૫૯૫૦૨ રાજકોટ-શ્રી ચેતન ગણાત્રા ૦૨૮૧-૨૪૭૬૮૭૪, જામનગર-શ્રી એ. કે. વસ્તાની ૦૨૮૮–૨૫૫૩૪૧૭, ભાવનગર-શ્રી ડી. એમ. ગોહિલ ૦૨૭૮-૨૪૨૪૮૧૪-૧૫ ગાંધીનગર–શ્રી અમિત સિંઘાઇ ૯૯૦૯૯૫૪૭૦૯ અને જુનાગઢ-શ્રી હિતેશ વામજા – ૯૮૯૮૧૪૬૮૬૫નો સંપર્ક સાધી શકાશે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ આ વૃદ્ધ નિ:સહાય વડિલોને જીવનજરૂરી ચીજવસ્તુઓ પણ ઘરે બેઠા મળી રહે તે માટે પણ આ અધિકારીઓને સંકલન સાધવા સૂચનાઓ આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here