ગમે એવા કફ મટાડવા માટેના આયુર્વેદ ઉપચાર વાંચો અને શેર કરો

0
340

કફ મટાડવા માટેના આયુર્વેદ ઉપચા

કાંદાનો ઉકાળો પીવાથી કફ મટે છે.
અર્ધા તોલા જેટલું મધ દિવસમાં ચાર વાર ચાટવાથી કફ મટે છે.

દોઢથી બે તોલા આદુંના રસમાં મધ મેળવી ચાટવાથી કફ મટે છે.

તુલસીનો રસ ૩ ગ્રામ, આદુનો રસ ૩ ગ્રામ અને એક ચમચી મધ સાથે લેવાથી કફ મટે છે.

એલચી, સિંધવ, ઘી અને મધ ભેગાં કરીને ચાટવાથી કફ મટે છે.

દરરોજ થોડી ખજૂર ખાઈ ઉપર પાંચ ઘૂંટડા ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને બહાર નીકળે અને ફેફસાં સાફ બને છે.

આદુનો રસ, લીંબુનો રસ અને સિંધવ મેળવી જમતાં પહેલાં લેવાથી કફ, શ્વાસ અને ઉધરસ મટે છે.

દૂધમાં હળદર, મીઠું અને ગોળ નાખી ગરમ કરી પીવાથી કફ મટે છે.

રાત્રે સૂતી વખતે ત્રણચાર તોલા શેકેલા ચણા ખાઈ ઉપર પાશેર દૂધ પીવાથી શ્વાસ નળીમાં એકઠો થયેલો કફ નીકળી જાય છે.

કબજીયાત હોય તો હરડે ચૂર્ણ ૩ ગ્રામ રાતે સૂતા સમયે લેવું.

હરિદ્રાખેડ ૧ ચમચી ૨ વાર મધ અથવા ગરમ પાણી સાથે દિવસમાં લેવાથી કફ સબંધિત રોગમાં ફાયદો થાય છે.

વિંડગાદિ ચૂર્ણ
વાવડિંગ, પિપ્પલી, એલચી, તજ ૧૫-૧૫ ગ્રામ ચૂર્ણ, મરી ૩૦ ગ્રામ ચૂર્ણ, સૂંઠ ૨૦૦ ગ્રામ, સાકર ચૂર્ણ ૩૦૦ ગ્રામ આ મુજબ મિક્સ કરી બાળકને ૩ ગ્રામ બેવાર મધ સાથે મોટાઓ ૭ ગ્રામ બે વાર મધ અથવા ગરમ પાણી સાથે લેવું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here