જાણો ઊંટડીના દૂધનું સેવન કરવાના ફાયદા, જાણીને તો અચૂક પીશો ઊંટડીનું દૂધ

0
216

ગાય, ભેંસ, બકરીના દૂધથી થતા સ્વાસ્થ્યવર્ધક ફાયદા તો લોકો જાણે છે પરંતુ ઊંટડીનું દૂધ પણ ખુબ ફાયદાકારક છે તે તમે જાણો છો ખરા? તે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. જો કોઈ વ્યક્તિને મગજ સંબંધિત સમસ્યા હોય તો તેના માટે ખુબ ફાયદાકારક છે.

એક રિસર્ચથી સ્પષ્ટ થયું છે કે ઊંટડીના દૂધના સેવનથી મંદબુદ્ધિના બાળકોને ફાયદો થાય ચે. બીકાનેરનું રાષ્ટ્રીય ઉષ્ટ્ર અનુસંધાન કેન્દ્ર ઊંટડીના દૂધથી બનેલી અનેક પ્રોડક્ટ પણ તૈયાર કરે છે. હવે આપણે જાઈએ આ દૂધથી શું ફાયદા થાય છે. જો તમે રોજ એક કપ દૂધનું સેવન કરો તો તેના અદભૂત ફાયદા છે.

જાણીને ચોંકી જશો.મસ્તિષ્કનો વિકાસ: ઊંટડીના દૂધનું નિયમિત સેવન કરનારા બાળકોના મસ્તિક સામાન્ય બાળકોની સરખામણીમાં ઝડપથી વિકાસ પામે છે. એટલું જ નહીં તેમના સમજવા-વિચારવાની ક્ષમતા પણ ખુબ ઝડપથી વધે છે. ઊંટડીનું દૂધ બાળકોને કુપોષણથી બચાવે છે.હાડકા મજબુત કરે: ઊંટડીના દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળી આવે છે. તેના સેવનથી હાડકા મજબુત થાય છે.

તેમાંથી મળનારા લેક્ટોફેરિન નામના તત્વ કેન્સર સામે લડવામાં પણ મદદગાર સાબિત થાય છે. આ દૂધ પીવાથી લોહીમાંથી ઝેરી તત્વો પણ દૂર થાય છે અને લીવર ચોક્ખુ થાય છે. પેટ સંબંધિત સમસ્યાઓમાં આરામ મેળવવા માટે પણ ઊંટડીના દૂધનું સેવન કરવું જોઈએ.સુપાચ્ય:

ઊંટડીનું દૂધ તરત પચી જાય છે. તેમાં દુગ્ધ શર્કરા, પ્રોટીન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ, શુગર, ફાઈબર, લેક્ટિક અમ્લ, આયર્ન, મેગ્નિશિયમ, વિટામીન એ, વિટામીન ઈ, વિટામીન બી 2, વિટામીન સી, સોડિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, ઝિંક, કોપર, મેગ્નિઝ, વગેરે તત્વો મળી આવે છે. જે શરીરને સુંદર અને નિરોગી બનાવે છે.ડાયાબિટિસમાં આરામ આપે:

ઊંટડીનું દૂધ ડાયાબિટિસના રોગીઓ માટે રામબાણ છે. ઊંટડીના એક લીટર દૂધમાં 52 યૂનિટ ઈન્સ્યુલિન મળી આવે છે. જે અન્ય પશુઓના દૂધમાંથી મળતા ઈન્સ્યુલિનના પ્રમાણ કરતા ગણુ વધુ છે. ઈન્સ્યુલિન શરીરમાં પ્રતિરોધક ક્ષમતા વધારે છે.સ્કિન પ્રોબ્લમને દૂર કરે: બીમારીઓમાં રાહત આપવા ઉપરાંત ઊંટડીના દૂધના સેવનથી ત્વચામાં પણ નિખાર આવે છે. ઊંટડીના દૂધમાં અલ્ફા હાઈડ્રોક્સિHuiલ અમ્લ મળી આવે છે. તે ત્વચાને ગ્લો આપે છે. આ જ કારણ છે કે ઊંટડીનું દૂધ સૌંદર્ય સંબંધી પ્રોડક્ટ્સ તૈયાર કરવામાં વપરાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here